અંબાલાલ પટેલની `ભારે` આગાહીઃ આ વિસ્તારોમાં પડશે એક બે નહીં 10 ઈંચ વરસાદ, મેઘતાંડવની ચેતવણી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામવાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદ વરસશે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો તારીખ 24 અને 25 તારીખે અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સમગ્ર ગુજરાતમાં બે દિવસ અતિભારે વરસાદ થશે. લાંબા સમયના વિરામ પછી હવે ગુજરાત ભરમાં ફરીથી વરસાદી માહોલ જામવાનું શરૂ થયું છે.
લાંબા સમયના વિરામ પછી અમદાવાદ શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ગરમી અને બફારાથી રાહત મળી. અમદાવાદના પ્રહલાદનગર, થલતેજ, સેટેલાઈટ, એસજી હાઈવે અને પાલડી સહિતના વિસ્તારમં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
ભારે વરસાદથી વાહનચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ચોમાસા પહેલા જે અમદાવાદ મહાનગરપાલિકા પ્રી- મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો કરતી હતી તેની કામગીરી ફરી છતી થઈ છે. અમદાવાદ પાલિકા બહાના બનાવતી રહે છે અને લોકો પરેશાન થતા રહે છે. અમદાવાદ પાલિકાનું તંત્ર ક્યારે સુધરશે તે સૌથી મોટો સવાલ છે.
પાટણ પંથકમાં લાંબા વિરામ પછી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. પાટણમાં ધોધમાર વરસાદ વરસતા બફારા અને ગરમીથી આંશિક રાહત મળી. છેલ્લા ઘણા દિવસથી વરસાદનું જોર ઘટ્યું હતું, જો કે હવે ફરીથી મેઘરાજાની બેટિંગ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે. પાટણના સિદ્ધપુર અને હારીજ પંથકમાં પણ વરસાદ વરસ્યો. હારીજમાં વીજળીની કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું. સમગ્ર હારીજ તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. તો મહેસાણાના ઉંઝાના વાતાવરણમાં પણ અચાકન પલટો આવતા વરસાદી માહોલ જામ્યો. ઉંઝામાં મેઘરાજા મહેરબાન થતાં વાતાવરણ ઠંડુ થઈ ગયું. છેલ્લા ઘણા દિવસથી ઉત્તર ગુજરાત કોરુ ધાકોર હતું પરંતુ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી.
અમરેલી, ગીર સોમનાથ અને બોટાદમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. બોટાદના ગઢડામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. લાંબા સમયના વિરામ પછી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો અમરેલીના ખાંભા ગીર પંથકમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો. ખડાધાર, ગોરાળા અને ચકરાવા સહિતના ગામામાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. જસાધાર રેન્જમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. પવન સાથે ધોધમાર વરસાદથી લોકોમાં ખુશી જોવા મળી.