ફરી ગુજરાતમાં આંધી મચાવી શકે છે આતંકઃ અંબાલાલે કરેલી આ આગાહીથી ઉભું થશે વિચિત્ર વાતાવરણ!

Thu, 16 May 2024-1:35 pm,

વરસાદી ઝાપટા બાદ ફરી ગરમી, ઉકળાટ અને બફારો શરૂ થઈ ગયો છે. ત્યારે હાલ જે આગાહી કરવામાં આવી છે એ જાણી તમારા હોંશ પર ઉડી જશે. જીહાં, ગુજરાતમાં ફૂંકાઈ શકે છે ગરમ પવનની આંધી. એકદમ ગરમ હવા સાથે ગુજરાતમાં ફૂંકાશે ઝડપી પવન. આગાહીકાર અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આ વખતે ઉનાળો વિચિત્ર વાતાવરણ ઉભું કરશે. ક્યારેક તમને ચોમાસા જેવો અહેસાસ કરાવશે તો ક્યારેક આકાશથી ફેંકશે અગન જ્વાળાઓ.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ અને ભારે પવનનો સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. 

આગામી કેટલાક દિવસ રાજસ્થાનમાં વધારે ગરમી પડી શકે છે. રાજસ્થાન અને ગુજરાતમાં ધૂળની આંધી ફૂંકાઈ શકે છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને યુપીમાં તાપમાન વધતા ગરમીનો પારો ઊંચો રહી શકે છે. બુધવારથી શનિવાર સુધી ઉત્તર ભારતનાં કેટલાક વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે. ગરમ પવન અને ભેજ વધવાથી ચક્રવાત ફૂંકાઈ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 

ઉલ્લેખનીય છેકે, દેશમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. લોકો અંગ દઝાડતી ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે ત્યારે હવામાન ખાતા દ્વારા લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. આ વર્ષે દેશમાં ચોમાસાનું વહેલું આગમન થવાનાં એંધાણ છે. નૈઋત્યનું ચોમાસુ આ વર્ષે ૧૯મી મેથી આંદામાન નિકોબારમાં દસ્તક દઈ શકે છે. જે આગળ વધીને ૧ જૂનનાં રોજ તે કેરળનાં કાંઠે આવી પહોંચશે અને પછી દેશનાં અન્ય ભાગોમાં વિસ્તરશે. સામાન્ય રીતે આંદામાન નિકોબારમાં ચોમાસુ ૨૨મી મે પછી શરૂ થતું હોય છે પણ આ વર્ષે તે ૩ દિવસ વહેલું શરૂ થઈ શકે છે.   

આ વર્ષે દેશમાં ચોમાસાનું વહેલું આગમન થશે. 19મી મેથી આંદામાન નિકોબારમાં ચોમાસું દસ્તક દેશે. 1 જૂને ચોમાસું કેરળના કાંઠે આવી પહોંચશે. કેરળ બાદ દેશના અન્ય ભાગોમાં ચોમાસાનું આગમન થશે. દેશમાં આ વર્ષે સામાન્ય કરતા વધારે વરસાદ પડવાના એંધાણ છે. 10 જૂને મહારાષ્ટ્ર, 15 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું બેસશે. 15 જૂન સુધીમાં MP, છત્તીસગઢ, ઝારખંડ, બિહારમાં ચોમાસું આવશે. દરિયાઈ વિસ્તારમાં આગામી કેટલાક દિવસ ધૂળની ડમરીઓ જોવા મળશે. ગરમ પવન અને ભેજ વધવાથી ચક્રવાત ફૂંકાઈ શકે છે.  

દેશમાં અલ નિનોની અસર નબળી પડી રહી છે. લા નિનાની અસર સક્રિય થઈ રહી છે જે સારા ચોમાસાની આલબેલ પોકારે છે. દેશમાં આ વર્ષે સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે. ૧ જૂને તે કેરળમાં આવી શકે છે. ૧૦મી જૂને મહારાષ્ટ્રમાં અને ૧૫મી જૂન સુધીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં પહોંચી શકે છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાઈ વિસ્તારોમાં આગામી કેટલાક દિવસ તોફાની આંધી અને ધૂળની ડમરીઓ જોવા મળી શકે છે. ખાસ કરીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ તેમજ તાપમાન ઊંચું રહેત વરસાદની સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે દર વર્ષે 22 મી મે સુધીમાં આંદામાન નિકોબારમાં ચોમાસાનું આગમન થતું હોય છે. આ વર્ષે દેશમાં ચોમાસાનું આગમન વહેલું થઈ શકે છે. અંદાજે 19 મી મેથી આંદામાનમાં ચોમાસુ દેશમાં દસ્તક દઈ શકે છે. સાથે જ હવામાન વિભાગે એ પણ ઈશારો કર્યો છેકે, આ વર્ષે દેશમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડી શકે છે. જેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link