ગુજ્જુ બાળક નિલાંશનો અનોખો રેકોર્ડ : સ્વીમિંગ કરતા કરતા માત્ર 53 સેકન્ડમાં સોલ્વ કરી ક્યુબિક પઝલ

Fri, 05 May 2023-3:11 pm,

એક ગુજરાતી બાળકે શૈક્ષણિક, શારીરિક અને સંસ્કૃતિના પરસ્પરની અભિરૂચી કેળવી એક અનોખી ગર્વથી ભરેલી સિદ્ધિ હાંસલ કરી છે. સુરત જિલ્લાના બારડોલીના નિલાંશ દેસાઈએ તેની ૭ વર્ષની નાની ઉંમરે મોટી સિદ્ધિ હાંસલ કરી પરિવાર તેમજ રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. અમેરિકાના લાસ વેગાસમાં સ્વિમિંગની સાથે સાથે ક્યુબીક પઝલ ઉકેલી ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવનાર નિલાંશ વિશ્વનો પ્રથમ બાળક બન્યો છે. જેને લઈ લોકો આનંદ ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે. 

બારડોલીના રહેવાશી નિલાંશ દેસાઇએ આમ તો ઘણા બધા વર્લ્ડ રેકોર્ડ કર્યા છે. અને હાલમાં તેઓ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરી દુનિયાના સૌથી નાની વયનો બાળક બન્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનીત અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર માનસી દેસાઇ અને નીલય દેસાઇના પુત્ર નિલાંશ દેસાઇએ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અને એ રેકોર્ડ ભારતમાં નહીં આ રેકોર્ડ USA (અમેરિકા) માં Venetian Villa, Las Vegas માં કર્યો છે. આ સમગ્ર દેશ માટે ખુબજ ગર્વની વાત છે. 

એક સાત વર્ષીય નાનકડા બાળકે વિદેશની ધરતી પર જઈ ફાસટેસ્ટ ક્યુબ પાણીની અંદર સ્વિમિંગ કરતાં કરતાં માત્ર ૫૩ સેકન્ડમાં સોલ્વ કર્યું છે. અને આવું કરનાર નિલાંશ દેસાઇ દુનિયાનો પ્રથમ બાળક બન્યો છે. જેણે આપણો દેશનો ત્રિરંગો બીજા દેશમાં લહેરાવી આપણાં દેશ અને આપણાં રાજ્યનું નામ રોશન કર્યું છે.  

તેની માતા માનસી દેસાઇ અને રેકોર્ડ કોચ શુભમ તિવારીના જણાવ્યા મુજબ અગાઉ આવો કોઈ રેકોર્ડ નથી થયો. નિલાંશને ક્યુબ સોલ્વ કરવાની ટ્રેનીંગ બ્રેનો-બ્રેન એકેડમીના વિજય સોલંકીએ આપી છે. અને નિલાંશની સ્વિમિંગની પ્રેક્ટિસ બારડોલીના સ્વામી વિવેકાનંદ તરણ કુંડ (સ્વિમિંગ પુલ) માં થઈ છે. 

નિલાંશ દેસાઇએ અત્યાર સુધી ૫ વર્લ્ડ રેકોર્ડ અને ૧ ઈન્ડિયા બુક રેકોર્ડ તેમજ ૧ ગુજરાત બુક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. અને આટલા રેકોર્ડ ધરાવનાર તે એક માત્ર દુનિયાના સૌથી નાના બાળકોમાં પ્રથમ સ્થાન ધરાવે છે. એમના સાહસ અને સિદ્ધિ ખૂબ જ બિરદાવનારી છે. અને આવનારી પેઢી માટે માર્ગદર્શનરૂપ છે.  

વિશિષ્ટ બાળક કોને કહીશું જો કોઈ બાળક તેની વયકક્ષાના બાળકોની સરખામણીએ કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ઘણો સારો દેખાવ કરે છે. તમામ બાળકોને તેમની પોતાની ખાસિયતો અને મર્યાદાઓ હોય છે. બાળકનો વિકાસ ચોક્કસ પરિબળના આધારે થાય છે. બાળકોનો વિકાસ ઘણાં પરિબળોની અસરનું પરિણામ છે. કયું પરિબળ બાળકના કયા પાસાંને પ્રભાવક રીતે અસર કરશે, હકારાત્મક કે નકારાત્મક અસર કરશે તે બાબત ખૂબ જ મહત્વની સાબિત થતી હોય છે. શિક્ષણક્ષેત્રમાં અનેક બાળકની વિશિષ્ટતા સાબિત થતી હોય છે. આમ શૈક્ષણિક અને સંસ્કૃતિ અને શારીરિક આ તમામ બાબતો ઘરના માતા પિતા અને પરિવાર પર મુખ્યત્વે નિર્ભર રહેતી હોય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link