ભરવાડ સમાજે જુના રિવાજોને આપી તિલાંજલિ, આજથી લગ્નોમાં આટલું બંધ...
![](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/2023/04/18/440446-bharwadsamajzee4.png?im=FitAndFill=(500,286))
રાજકોટ ભરવાડ સમાજ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજના અમુક જૂના નિયમો આજના યુગમાં દરેક લોકોને પોસાઈ તેમ ન હોવાના કારણે સમાજ દ્વારા અનોખી પહેલ કરવામા આવી છે. અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. સમાજે જૂના રિવાજોને તિલાંજલિ આપી છે, જે ખર્ચાળ હતા. સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે સમાજના આગેવાનોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
![](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/2023/04/18/440445-bharwadsamajzee3.png?im=FitAndFill=(500,286))
ભરવાડ સમાજમાં છેલ્લા અનેક દસકાઓથી પહેરામણીનો રિવાજ ચાલીયો આવ્યો છે. લગ્ન પ્રસંગ સમયે મોટા પ્રમાણમાં રોકડની પહેરામણી પણ કરવામાં આવતી હોય છે તેમ જ સોનાના દાગીના પણ આપવામાં આવતા હોય છે જોકે બદલાતા સમય સાથે હવે પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે ત્યારે હવે આજના આધુનિક યુગમાં જૂની પરંપરા ખૂબ જ મુશ્કેલી સર્જી રહી છે.
![](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/2023/04/18/440444-bharwadsamajzee2.png?im=FitAndFill=(500,286))
ભરવાડ સમાજ લગ્નમાં સામૂહિક પહેરામણી બંધ કરવામાં આવશે. ભરવાડ સમાજસેવા સમિતિની અનોખી પહેલ રોકડ લેતી દેતી પણ બંધ કરવામાં આવશે. 10 તોલાથી વધુ સોનાના દાગીના નહીં ચડાવવા પણ વિચારણા કરવામાં આવી રહી છે.
રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં બંધારણની રચના કરવાનો પણ નિર્ણય થનાર છે. સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે સમાજના આગેવાનોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સમાજના અમુક જૂના નિયમો આજના યુગમાં દરેક લોકોને પોસાઈ તેમ ન હોવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે.