ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલના ઘરે આવ્યા નાનકડા મહેમાન, પરિવારે પુંગનુર ગાયને કરાવ્યો પ્રવેશ, PHOTOs

Mon, 02 Dec 2024-9:09 am,

PM મોદી તેમના નિવાસસ્થાને આંધ્ર પ્રદેશથી પુંગનૂર ગાય લાવ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. પીએમ મોદીનો ગાય સાથે સમય પસાર કરતો અને સ્નેહ કરતો વીડિયો વાયરલ થયો હતો. જે  બાદ હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના નવા ઘરે પુંગનૂર ગાય લઈ આવવામાં આવી છે.પુંગનુર ગાય ભારતની એક દુર્લભ અને પ્રાચીન ગાયની જાતિ છે. જે તેના કદ અને કાઠીના કારણે અલગ તરી આવે છે. પુંગનૂર ગાયની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. તેની સંખ્યા ઓછી હોવાને કારણે તેની કિંમત લાખોમાં છે. આપણા વેદોમાં પણ આ ગાયનો ઉલ્લેખ જોવા મળે છે. 

પીએમ મોદીએ પોતાના ઘરમાં પૂંગનુર ગાયને પ્રવેશ કરાવતી તસવીરો શેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતીકે, આ ગાય ક્યાં મળે છે. ખાસ પ્રકારના પ્રજાતિની આ ગાય આંધ્રપ્રદેશમાંના ચિતુલ જિલ્લાના પુંગનુર વિસ્તારમાં મળે છે. આ જગ્યાને કારણે ગાયને પુંગનુર નામ ળ્યું છે. આ ગાયનું એપાર્ટમેન્ટની અંદર પણ સરળતાથી પાલન કરી શકાય છે. તે દુનિયાની સૌથી નાનકડા કદની ગાય છે. જેનું કદ 2.5 ફૂટ હોય છે. વિશ્વની સૌથી નાની ગાય પુંગનુર લુપ્ત થવાના આરે છે.  

આંધ્રપ્રદેશના કાકીનાડામાં એક વૈદ્યને 14 વર્ષની મહેનત બાદ પુંગનુર ગાયની નાની જાતિમાં સુધારો કરવામાં સફળતા મળી છે. તેમણે અઢી ફૂટની પુંગનુર ગાય વિકસાવી છે. આ ગાયને મિનિએચર પુંગનુર નામ આપવામાં આવ્યું છે. પુંગનુર ગાયની ઊંચાઈ સામાન્ય રીતે 3 થી 5 ફૂટની વચ્ચે હોય છે. જ્યારે મિનિએચર પુંગનુરની ઊંચાઈ અઢી ફૂટ સુધીની છે. જાતિ સુધારણા પછી વિકસિત આ જાતિને વિકસાવીને, ક્રિષ્નમ રાજુ ગાયનું આશ્રમ ચલાવે છે અને પુંગનુર ગાયને દેશના વિવિધ વિસ્તારોના લોકો સુધી લઈ જઈ રહ્યા છે. જ્યારે વિશ્વની સૌથી નાની ગાય પુંગનુર જન્મે છે ત્યારે તેની ઉંચાઈ માત્ર 16 થી 22 ઈંચ હોય છે. મિનિએચર પુંગનુરની જાતિને એવી રીતે વિકસાવવામાં આવી છે કે તેની ઊંચાઈ 7 ઈંચથી 12 ઈંચ છે. પુંગનુર ગાયની 112 વર્ષ જૂની જાતિ છે જ્યારે લઘુચિત્ર પુંગનુર વર્ષ 2019માં વિકસાવવામાં આવી છે.

વાસ્તવિક પુંગાનુરનો જન્મ વૈદિક કાળમાં વિશિષ્ઠ અને વિશ્વામિત્ર ઋષિના સમયમાં થયો હતો. આબોહવા પરિવર્તન અને સ્થળ પરિવર્તન સાથે પુંગનુર ગાયની ઊંચાઈ વધી. પહેલા પુંગનુરની ઊંચાઈ 2.5 થી 3 ફૂટ હતી અને તેને બ્રહ્મા જાતિ કહેવામાં આવતી હતી. તબીબોએ જણાવ્યું કે હાલમાં સમગ્ર દેશમાં ગાયોની માત્ર 32 જાતિઓ જ બચી છે, જ્યારે પ્રાચીન સમયમાં ગાયોની 302 ઓલાદો હતી. પુંગનુર મિનિએચર ગાયને દૈનિક વપરાશ માટે 5 કિલો જેટલા ઘાસની જરૂર પડે છે અને તેમાંથી દરરોજ 3 લિટર દૂધ મેળવી શકાય છે. ડૉ. કૃષ્ણમ રાજુ પુંગનુર દ્વારા ગાય ઉછેર શીખવી રહ્યા છે દેશના તે લોકોને જેઓ જગ્યા કે ઘાસચારાના અભાવે ગાયો પાળવા માંગતા નથી.

આ ગાયના દૂધમાં અનેક ઔષધીય ગુણો પણ હોય છે. આ ગાયોનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. પુંગનુર ગાયના દૂધની ખાસ વાત એ છે કે તેમાં 8 ટકા સુધી ફેટ જોવા મળે છે. જ્યારે અન્ય ગાયના દૂધમાં માત્ર 3 થી 5 ટકા ફેટ હોય છે. આ સિવાય પુંગનુર ગાયના પેશાબમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. આંધ્રપ્રદેશના ખેડૂતો તેનો ઉપયોગ પાકમાં છંટકાવ માટે કરે છે.

તમને પુંગનુર ગાય 1 લાખ રૂપિયાથી લઈને 25 લાખ રૂપિયા સુધીની કિંમતમાં મળી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે પુંગનુર ગાયની ઉંમર જેટલી નાની હશે તેટલી તેની કિંમત વધારે હશે. તેની સંખ્યા ઓછી હોવાને કારણે તેની કિંમત વધારે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link