Gujarat Budget 2021: અમદાવાદને મળી આ 10 ભેટ, મ્યુઝિયમથી માંડીને માર્કેટ
સાયન્સ સિટી અમદાવાદ ખાતે બાળકો માટે ટોય મ્યુઝિયમ બનશે.
વિધાનસભા પરિસરમાં ગુજરાતના ઈતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય બનશે.
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડ
ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પર રાજસ્થાન સર્કલ પર 136 કરોડના ખર્ચે કેબલ સ્ટેડ બ્રિજ અને રક્ષા શક્તિ સર્કલ પર 50 કરોડના ખર્ચે ફ્લાયઓવરનું આયોજન.
અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે રૂ 1500 કરોડની જોગવાઈ.
અમદાવાદ, ગાંધીનગર, સુરત મેટ્રો રેલ માટે રૂ 568 કરોડની જોગવાઈ.
ગિફ્ટ સિટીમાં મૂડીરોકાણ લાવવા રૂ 100 કરોડની જોગવાઈ.
અમદાવાદની નવી સીવિલ હોસ્પિટલને અપગ્રેડ કરવા 87 કરોડની જોગવાઈ.
અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં શહેરી વિસ્તારોમાં ઓર્ગેનિક એગ્રીકલ્ચર માર્કેટ બનાવવામાં આવશે.
સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડતા રાજકોટથી અમદાવાદ રસ્તાનું કામ માટે 2620 કરોડની ફાળવણી કરવામાં આવી.