શેરની જેવો મિજાજ ધરાવતા ગેનીબેનની બંદૂક સાથેની તસવીરો વાયરલ, પછી કર્યો આ ખુલાસો
દિયોદરના કોતરવાડા ગામે લગ્ન પ્રસંગમાં મામેરા સમયે બંદૂક હાથમાં રાખી હોવાનો તેમનો ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરિવારના મામેરા પ્રસંગના માહોલમાં ગેનીબેન ઠાકોર બંદૂક સાથે જોવા મળ્યાં. મહિલા ધારાસભ્યનો બંદૂક સાથે ફોટો વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ ફોટો વાયરલ થયા બાદ ચારેતરફથી પ્રતિક્રીયા આવી હતી. તો કેટલાક લોકોએ ગેનીબેન પર કટાક્ષ કર્યો હતો. જોકે, ગેનીબેને આ વખતે પણ સ્પષ્ટ જવાબ આપ્યો હતો.
ગેનીબેને ખુલાસો આપતા કહ્યું હતું કે, રવિવારે પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો, આ આસ્થાના સ્થળ પર આયોજિત કરવામાં આવ્યા હતા. ત્યાંના મહંત પધારવાના હતા, અને મહેમાનોનું સ્વાગત બંદૂકથી કરવામાં આવતું હોય છે. જોકે, બંદૂક લાયસન્સવાળી છે અને તેમાં કારતૂસ નહોતા. માત્ર મનોરંજન અને પ્રાણાલિકા પ્રમાણે બંદૂકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.