મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા દરેક મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત
સુરતમા પ્રવેશ કરતા તમામ મહારાષ્ટ્રના લોકો માટે આરટીપીસીઆર રિપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં ગત અઠવાડિયા દરમ્યાનના કેસોને ટ્રેક કરવામાં આવ્યા તો જોવા મળ્યું કે, કેસોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરતા આ કેસોમાં પણ મહારાષ્ટ્રમાંથી મુસાફરી કરીને પરત આવેલ કે તેમના સંપર્કમાં આવેલ વ્યક્તિઓમાં પણ કોરોનાના સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળેલ છે.
મહારાષ્ટ્ર રાજયમાંથી કોવિડ-19 નાં કેસોનો વ્યાપ ગુજરાત રાજયમાં ન વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા તકેદારીના પગલાંરૂપે એપિડેમિક ડીસીઝ એકટ , 1897 અન્વયે મળેલ સત્તાની રુએ નીચે મુજબના પગલાં લેવા હુકમ કરવામાં આવ્યો
ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ 1,730 નવા કેસ છે. હાલ 8,000થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં કુલ 4 દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું છે. તો એક દિવસમાં કુલ 1,255 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.60 ટકા થયો છે. છેલ્લા 31 દિવસથી સાજા થનારા દર્દીઓની સંખ્યા ઘટી છે. ગુજરાતમાં હાલ કોરોના વાયરસના 8318 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તો કોરોનાના સતત વધતાં જતાં કોરોના સંક્રમણને લીધે તંત્રની ચિંતા વધી છે.
તો બીજી તરફ, ભારત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ આગામી 1 લી એપ્રિલથી રાજ્યમાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોવિડની રસી અપાશે. આરોગ્ય સચિવ ડો. જયંતી રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં 45 વર્ષથી વધુ ઉમરના જેને કોઇ બીમારી હોય કે ના હોય તેવા તમામ વ્યક્તિઓને કોવિડ 19 ની રસી આપવામાં આવશે. 1 એપ્રિલથી 45 થી 59 વર્ષના વ્યક્તિઓને અન્ય બીમારી માટેનું ડોક્ટરના પ્રમાણપત્રની જરૂરિયાત રહેશે નહિ. તેમજ કોરોના વેક્સીન કોવિશિલ્ડના 2 ડોઝ વચ્ચે ચારથી આઠ અઠવાડિયાનું અંતર (6 અઠવાડિયા ઇચ્છનીય) છે.