અફવા-આગાહીઓ છોડો! ગુજરાતમાં આગામી 5 દિવસમાં ક્યાં છે સૌથી મોટો ખતરો? ભારત સરકારે આપી સુચના

Fri, 30 Aug 2024-11:06 am,

Gujarat IMD Alert and Warning: મધ્ય પ્રદેશથી શરૂ થયેલું વાવાઝોડું. જેને આશાના નામ આપવામાં આવ્યું છે. તે હાલ ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે. હાલ તેનું કેન્દ્રબિંદુ કચ્છથી આગળ નીકળી ચુક્યું છે. તે ઓમાન તરફ જઈ રહ્યું છે. આગામી દિવસોમાં શું સ્થિતિ થશે તે પણ જાણી લેજો...

ગુજરાત પરના વિનાશક વાવાઝોડા અંગેની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર...30 ઓગસ્ટથી લઈને 3 સપ્ટેમ્બર સુધીની સ્થિતિને મેપથી સમજો....એકદમ સરળ અને સચોટ માહિતી...

ગુજરાતમાં મેઘતાંડવ અને વાવાઝોડાની દહેશતને પગલે ભારત સરકારના IMD વિભાગ દ્વારા જિલ્લાવાર ચેતવણી જાહેર કરવામાં આવી છે. 

અફવાઓથી દૂર રહો અને ભારત સરભારત સરકારના IMD એટલેકે, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ અંતર્ગત કામ કરતા ઈન્ડિયન મેન્ટ્રોનોજીકલ ડિપાર્ટમેન્ટ ઈનસેટ થ્રી ડી વેધર સેટેલાઈટ દ્વારા આ સચોટ માહિતી આપવામાં આવી છે. 

ભારત સરકારના IMD વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાતના મેપમાં અલગ અલગ રંગોથી ચેતવણી દર્શાવવામાં આવી છે. ખાસ કરીને જ્યાં ગ્રીન એટલેકે, લીલો કલર મેપમાં દર્શાવ્યો છે ત્યાં કોઈ જોખમ નથી તેથી ત્યાં No Warning સાઈન છે. જ્યારે પીળો રંગ મેપમાં છે તે વિસ્તારો Watch પર છે. જ્યારે ઓરેન્જ કલર મેપમાં છે તે ગુજરાતના  ગુજરાતના એ તમામ વિસ્તારોને Alert નું સાઈન આપીને સતર્ક રહેવા સુચના અપાઈ છે. જ્યારે રેડ કલર એટલેકે, લાલ રંગ મેપમાં જે જગ્યાઓએ દર્શાવાયો છે રાજ્યના તે વિસ્તારોને તંત્ર દ્વારા Warning નું સાઈન એટલેકે, ખતરાની ચેતવણી આપી દેવામાં આવી છે.

સાયકલોનમાં ફેરવાઈ ગયું ડિપ ડિપ્રેશન. 500 કિમીનો વાવાઝોડાનો ઘેરાવો..વડોદરામાં 1500 કરોડનું નુકસાન. અન્ય જિલ્લાઓમાં થઈ છે હાલત ખરાબ...વિશાખા પટનમમાં ફરી સિસ્ટમ એક્ટીવ થઈ રહી છે. જેને કારણે સપ્ટેમ્બરમાં ફરી ગુજરાતમાં આકાશી આફત આવશે. પહેલાં જ્યાં આખી સિઝનમાં 18 ઈંચ વરસાદ પડતો હતો. ત્યાં સૌરાષ્ટ્રમાં બદલાયેલી પરિસ્થિતિને કારણે હવે એક દિવસમાં 18 ઈંચ વરસાદ પડે છે. જેને કારણે આગામી વર્ષોમાં ગુજરાતમાં ખેતીવાડીની, પાકની આખી સિસ્ટમ જ બદલાઈ જાય તો નવાઈ નહીં... 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link