એકલા હાથે ચૂંટણી લડી રહેલા આ અપક્ષ ઉમેદવારની ચૂંટણી પ્રચાર સ્ટાઈલ સૌને ગમી ગઈ!

Thu, 11 Apr 2024-4:38 pm,

સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારે અનોખી રીતે ચૂંટણી પ્રચાર કર્યો છે. અપક્ષ ઉમેદવાર લોકો પાસે ઉમેશ પટેલ મતની સાથે ચૂંટણી લડવાનો ફાળો પણ માંગી રહ્યા છે અને લોકો પણ તેમને હોંશે હોંશે ફંડ આપી રહ્યા છે.  ઉમેશ પટેલ એકલા હાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઉમેશ પટેલની સાથે તેમના કોઈ કાર્યકર્તાઓની ફોજ નથી. તેઓ ચૂંટણી પ્રચાર માટે એકલા વિવિધ વિસ્તારોમાં નીકળે છે. તેઓ મતદારો પાસે મત માગે છે અને સાથે તેમના ચરણ સ્પર્શ પણ કરે છે. હાથમાં ફંડ ફાળો એકત્રિત કરવા માટે ગલ્લો લઈને ઉમેશ પટેલ મતદારોને ઘરે ઘરે ફાળો મત અને આશીર્વાદ માંગે છે અને ત્યારબાદ પોતાના માટે મત માંગે છે. 

દેશમાં લોકસભાની ચૂંટણી પ્રચારમાં આપ સૌએ ચૂંટણીમાં ઉમેદવારો કે રાજનેતાઓ મતદારો પાસે જઈ અને માત્ર મત જ માગતા હોવાની અપીલ કરતાં જોવા મળ્યા હશે. પરંતુ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર એક અપક્ષ ઉમેદવાર અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જેઓ મતની સાથે મતદારો પાસે ચૂંટણી લડવાનો ફાળો પણ માગી રહ્યા છે. અને લોકો પણ હોંશે હોંશે આ અપક્ષ ઉમેદવારને ફંડ પણ આપી રહ્યાં છે.   

ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પોતાના સમર્થકો ટેકેદારો અને કાર્યકર્તાઓની ફોજની સાથે પાર્ટીના જાણીતા નેતાઓને સાથે રાખી અને પ્રચાર કરી રહ્યા છે. અને મતદારો પાસે જઈને મત માંગી રહ્યા છે. જોકે વર્ષ 2019 માં દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવેલા દમણ યુથ એક્શન ફોર્સના જાણીતા ફાયર બ્રાન્ડ યુવા અગ્રણી ઉમેશ પટેલ અનોખી રીતે એકલા હાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઉમેશ પટેલની સાથે તેમના કોઈ કાર્યકર્તાઓની ફોજ નથી કે નથી પ્રદેશના અન્ય કોઈ આગેવાનોનો સહકાર. પરંતુ તેઓ ચૂંટણી પ્રચાર માટે એકલા હાથે પ્રદેશના વિવિધ વિસ્તારોમાં નીકળે છે અને મતદારો પાસે જાય છે. તેઓ ન માત્ર મત માંગે છે, પરંતુ મત માગવાની સાથે તેઓ મતદારોના ચરણ સ્પર્શ કરી અને મતદારો પાસેથી ચૂંટણી લડવા માટે ફંડ પણ માંગે છે. 

ઉમેશ પટેલ દમણ રાજકારણનું મોટું નામ છે. 2019 ની ચૂંટણીમાં ઉમેશ પટેલ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતાં. પરંતુ માત્ર 1 લાખ 37 હજાર નું કુલ મતદાન ધરાવતા આ પ્રદેશમાં ઉમેશ પટેલને ગઈ ચૂંટણીમાં 20 હજારથી વધુ મતો મળ્યા હતા. આથી ઉમેશ પટેલે ભાજપ અને કોંગ્રેસ બંનેને હંફાવ્યા હતા. જો કે આ વખતે તેઓએ ચૂંટણી પ્રચારની રણનીતિ બદલી છે. અને એકલા હાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ‘એકલા ચલો રે એકલા ચલો’ના સૂત્ર સાથે ઉમેશ પટેલ સવારથી ચૂંટણી પ્રચારમાં નીકળે છે. હાથમાં ફંડ ફાળો એકત્રિત કરવા માટે ગલ્લો લઈને ઘરથી નીકળી ઉમેશ પટેલ મતદારોને ઘરે ઘરે જઈ અને આશીર્વાદ માંગે છે. અને ત્યારબાદ પોતાના માટે મત માગે છે. અને મતની સાથે ચૂંટણી લડવા મતદારો પાસે ફંડ પણ માંગે છે. મતદારો પણ હોંશે હોંશે ઉમેશ પટેલને ચૂંટણી લડવાનું ફંડ પણ આપી આશીર્વાદ આપી રહ્યાં છે. આમ દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારનો ચૂંટણી પ્રચાર અત્યારે સમગ્ર પ્રદેશની સાથે આસપાસના વિસ્તારમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. આ બેઠક પર ભાજપ-કોંગ્રેસની સાથે સાથે અપક્ષ ઉમેદવાર પણ મેદાનમાં છે. માત્ર 1 લાખ 32 હજાર જેટલા મતદારો ધરાવતી આ નાની લોકસભા બેઠક પર ત્રણેય ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. ભાજપે આ વખતે દમણના વર્તમાન સાંસદ અને લાલુભાઈ પટેલને સતત ચોથી વખત ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી મેદાનમાં છે. તો 2019માં આ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનાર ઉમેશ પટેલ પણ આ વખતે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આથી વર્ષ 2019ની જેમ જ આ બેઠક પર ત્રિપાંખીઓ જંગ ખેલાવવા જઈ રહ્યો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link