Gujarat Election 2022: સુરતમાં પીએમ મોદીના રોડ શોમાં જનમેદની ઉમટી પડી, જુઓ તસવીરો

Sun, 27 Nov 2022-10:05 pm,

પીએમ મોદીએ હાજર લોકોની ક્ષમા માંગી, કહ્યું કે, મને પહોંચવામાં મોડુ થયું છે. તમે કલાકોથી રાહ જોઈ રહ્યાં છો. જીવનમાં રોડશો તો ઘણા કર્યાં છે પણ તે બધા રોડ શો પહેલાથી નક્કી થયેલા હોય, આજના કાર્યક્રમમાં રોડ-શો નહોતો પરંતુ લગભગ 25 કિમી લાંબો જનસાગર આ આશીર્વાદ, આ આ પ્રેમ સુરતીઓએ આપ્યો છે. આ ઋુણ હું કઈ રીતે ચુકતે કરીશ. પરંતુ હું જ્યાં હોઈશ તમે કહેશો તેના કરવા સવાયું કરીશ.

પીએમ મોદીએ કહ્યું કે, આજનું દ્રશ્ય જોઈને લાગ્યું છે કે આ વખતે ગુજરાતના લોકોએ તમામ રેકોર્ડ તોડવાનું નક્કી કરી લીધુ છે. ગુજરાતના લોકોએ કહ્યું હતું કે સાહેબ તમારે પ્રચાર માટે આવવાની જરૂર નથી. આજનું ચિત્ર હોઈને લાગે છે કે સુરતના લોકોએ બધુ સંભાળી લીધુ છે. તમામ જગ્યાએ એક નારો જોવા મળી રહ્યો છે ફીર એક બાર ભાજપ સરકાર.   

ભાવનગરમાં પણ મને સુરતની સુહાસ જોવા મળી હતી. સુરત દરેક ક્ષેત્રમાં આગળ છે. સેવાના કામમાં સુરતનું નામ હંમેશા આગળ હોય છે. સુરતે આજે પોતાના કામ અને સામર્થ્યથી અલગ ઓળખ બનાવી છે. હિન્દુસ્તાનને સુરત પર ગર્વ થાય છે.   

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટથી 28 કિલોમીટર જેટલો લાંબો રોડશો કર્યો હતો. ત્યારબાદ પીએમ મોદી સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ ફ્લેશલાઇટથી પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. 

પીએમ મોદી પ્રથમ તબક્કાના મતદાન પહેલા સુરતમાં પ્રચાર માટે પહોંચ્યા છે. પીએમ મોદીનો રોડશો એરપોર્ટથી શરૂ થયો હતો. રોડની બંને તરફ મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી એરપોર્ટથી અબ્રામા સુધી રોડ માફરતે જઈ રહ્યાં છે. લોકો મોદી-મોદીના નારા સાથે પીએમનું સ્વાગત કરી રહ્યાં છે. પીએમની એક ઝલક જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link