ચૂંટણી વચ્ચે સદભાવનાના દ્રશ્યો, કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારના પગે લાગી આર્શીવાદ લીધા

Fri, 11 Nov 2022-10:23 pm,

વલસાડમાં ભાજપમાંથી ભરત પટેલ ઉમેદવાર છે. તો કોંગ્રેસમાંથી નરેશ વળવીને ટિકિટ અપાઈ છે. આ બેઠક પર કાંટાની ટક્કર જેવી સ્થિતિ છે. વલસાડ વિધાનસભા બેઠક ઉપર BJP ના ઉમેદવાર ભરત પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલા ભાજપ કાર્યાલય ખાતેથી કાર્યકરો સાથે બાઈક રેલી કાઢી મંદિરમાં જઈને ભગવાનના આર્શીવાદ લીધા હતા. તેઓ ફોર્મ ભરવા ગયા ત્યારે અદભૂત દ્રષ્યો સર્જાયા હતા. વલસાડના ઉમરગામમાં રાજકીય વિરોધ વચ્ચે સદભાવનાના દ્રશ્યો જોવા મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર નરેશ નવળીએ ભાજપના ઉમેદવાર ભરત પટેલના પગે પડી તેમના આશીર્વાદ લીધા હતા. આ સમયે ભાજપ કોંગ્રેસના ઉમેદવાર એકબીજા સાથે ઉમળકાભેર મળતા જોવા મળ્યા. બંને પક્ષના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. 

અનેકવાર એવુ બને છે કે, ઉમેદવારી પત્ર ભરતા વખતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા હોય છે. પરંતુ આ વચ્ચે નેતાઓ ક્યારેક રાજકારણનો દ્વેષભાવ ભૂલી જઈને એકબીજાને માનવતાથી મળે છે. ચૂંટણી મેદાનમાં જાહેર મંચ પરથી ઉમેદવારો અને કાર્યકર્તાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા હોય છે. જોકે ક્યાંક આવા રાજકીય સદભાવનાના દ્રશ્યો પણ જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, વલસાડની ઉમરગામ વિધાનસભા બેઠક ઉપર ભાજપે ધારાસભ્ય ભરતભાઇ પટેલને ત્રીજીવાર રિપીટ કર્યા છે. ભરતભાઇ પટેલ કોળી પટેલ સમાજના પ્રમુખ તરીકે સેવા આપે છે. ભરતભાઇ પટેલે આજે વિજય મહુર્તમાં ચૂંટણી અધિકારી સમક્ષ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. વલસાડ વિધાનસભા બેઠક ઉપર જંગી બહુમતી મેળવી આગામી વિધાનસભામાં ભાજપનું કમળ ખિલાવશે એવો દાવો કર્યો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link