એવુ ગામ, જે ગુજરાતમાં હોવા છતાં ચૂંટણીના ઢોલ વાગતા નથી, મધ્યપ્રદેશમાં છે તેના મૂળ
ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાની બોર્ડર પર ગુજરાતના ગામોથી ઘેહરાયેલું સાજનપુર ગામની મુલાકાત ઝી 24 કલાકની ટીમે લીધી હતી. સાજનપુર ગામ એ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકામાં આવેલું છે. સાજનપુર ગામે ગુજરાતના ગામડાઓથી ઘેરાયેલું ગામ છે. પરંતુ હકીકતમા તે મધ્યપ્રદેશ રાજ્યમા આવે છે. સ્થાનિકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, અહીંયા તેમને મધ્યપ્રદેશ શાસન દ્વારા તમામ સુવિધાઓ આપવામાં આવે છે અને મધ્યપ્રદેશના શાસનથી તેઓ ખુશ પણ છે. સાજનપુર ગામના લોકો રોજબરોજનો વ્યવહાર ગુજરાત સાથે પણ જોડાયેલો છે. ખરીદી માટે તેઓ ગુજરાતના છોટાઉદેપુર ખાતે આવે છે.
ગુજરાત રાજ્યનાં છોટાઉદેપુર જિલ્લાની સરહદમાં એવેલા આ સાજનપુર ગામની વાત કરીએ તો, આ ગામ 1244 લોકોની વસ્તી ધરાવે છે, જેમાં 700 જેટલા મતદારો મતદાન કરે છે. જેમાં 98.4 ટકા આદિવાસી છે. જેઓ ખેતી અને પશુપાલન કરી જીવન નિર્વાહ કરી રહ્યા છે. જ્યારે કે 0.4 ટકા લોકો એસસી સમાજનાં છે.
સાજનપુરના રહેવાસી પરસિંગભાઈ જણાવે છે કે, મઘ્ય પ્રદેશ સરકારનું રેવન્યુ ગામ હોવાનાં લઇને આ ગામથી 6 કિમી દૂર આવલું કઠીવાંડા તાલુકા મથક છે, તો 25 કિલોમીટર દૂર અલીરાજપુર જિલ્લા મથક છે. જ્યારે 8 કિમી દૂર ચાંદપુર પોલીસ મથકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઇન્દોર ડિવિઝનમાં આવેલું આ ગામ છે.
સાજનપુરના પૂર્વ સરપંચ ગમજીભાઈ કનેશ જણાવે છે કે, ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, પરંતુ ગુજરાતની વચ્ચે આવેલું સાજનપુરમાં ચૂંટણીનો માહોલ જોવા મળતો નથી. આજુ બાજુના તમામ ગામોમાં ચૂંટણીનો પ્રચાર જોવા મળે છે. પરંતુ સાજનપુર ગામ ગુજરાતના વચ્ચે છે. પરંતુ તે મધ્યપ્રદેશનું હોવાથી ચુંટણીનો માહોલ જોવા મળતો નથી. રાજા રજવાડાના સમયથી સાજનપુર ગામ મધ્યપ્રદેશમાં આવેલું છે. ગામના લોકોનો મધ્યપ્રદેશના કોઈપણ ગામમાં જવું હોય તો ગુજરાતમાં રહીને જ જવું પડે છે. તમામ સુવિધાઓ આપવામાં આવી છે. પરંતુ સ્થાનિકોની હાલ એકજ માંગ છે ગુજરાતમાંથી સાજનપુર જવાનો રોડ કાચો છે તે રોડ મધ્યપ્રદેશ સરકાર અને ગુજરાત સરકાર બનાવી આપે.