કેડિલાના રાજીવ મોદીએ યુવતીઓને રાખવા ખાસ પિંક હાઉસ બનાવ્યુ હતું, આવો છે આલિશાન ફાર્મ હાઉસનો અંદરનો નજારો
રાજીવ મોદીના સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કેસ સામે આજે તેમના વિશાળ ફાર્મ હાઉસ પર એક નજર કરીએ. જે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે પર છારોડી પાસે આવેલું છે. એસજી હાઈવેથી અંદર જતા ત્રણેક કિલોમીટર દૂર સૂમસામ રસ્તા પર આ ફાર્મ હાઉસ આવેલું છે. રાજીવ મોદીના ફાર્મ હાઉસ પર તપાસ કરી સોલા પોલીસ રવાના થઈ છે. જો કે ફરીવાર મોટા કાફલા સાથે પોલીસ ટીમો પરત ફાર્મ પર આવી છે. ફોરેન્સિક investigation ટીમ સાથે પોલીસ પહોંચી
કહેવાય છે કે, આ જ ફાર્મ હાઉસમાં એક પિંક હાઉસ બનાવવામાં આવ્યો હતો, જ્યાં બે મહિનાની ઈન્ડક્શન ટ્રેનિંગ દરમયાન આવેલી યુવતીઓને રાખવામાં આવી હતી. કહેવાય છે કે, યુવતીઓ નજરકેદમાં રહેતી હતી. તેમને બહાર જવું હોય તો રાજીવ મોદીના દીકરાને ઈ-મેઇલ કરી અને પરમિશન મળે તો જ જઈ શકતી હતી.
આ ફાર્મ હાઉસમાં ફાઈવ સ્ટાર જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એના કરતા એમ કહી શકાય અહીં તમામ આલિશાન સુવિધાઓ છે. રાજીવ મોદીના આલિશાન ફાર્મ હાઉસની વાત કરીએ તો અહીં ગોલ્ફ મેદાન, સ્વીમીંગ પુલ, ફાર્મ હાઉસની એન્ટ્રી છે. તો પિંક હાઉસ છે (જ્યાં યુવતીઓ રહેતી) અને રાજીવ મોદીનો બંગલો (જ્યાં એ પોતે રહે છે) છે. અહી રોયલ સ્યૂટ રૂમ પમ છે. તો લક્ઝુરિયસ ગાડીઓ માટે આલિશાન પાર્કિંગ પમ છે. આ સિવાય સુંદર મજાનો બગીચો, કાફેટેરિયા, ગોલ્ફ મેદાન પણ છે.
રાજીવ મોદીના ફાર્મ હાઉસમાં છોકરીઓ રાખવા માટેના અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા હતા, જેને પિંક હાઉસ કહેવામાં આવતો. પીડિતાએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં મેં કેડિલા કંપની જોઈન કરી અને અમારું ઈન્ડક્શન રાખવામાં આવ્યું હતું. એ ડોક્ટર રાજીવ મોદીના ઘર પાસે છારોડી ખાતે આવેલા મકાનમાં રાખવામાં આવ્યું હતું. એમાં કામ અને નિયમો વિશે જણાવવામાં આવ્યું હતું.
200 કરોડમાં છૂટાછેડા લેનારા કેડિલા ફાર્માસ્યૂટિકલ્સના સીએમડી રાજીવ મોદીની મુશ્કેલી વધી છે. આખરે કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ચુકી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વિદેશી યુવતીની ફરિયાદ સોલા પોલીસે નોંધી છે. પોલીસે કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી વિરુદ્ધ IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2023ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ફરિયાદ દાખલ થતા સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. રાજીવ મોદી ઉપરાંત જોહન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી વિદેશી યુવતી પર શારીરિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. યુવતીએ છારોડી કેડીલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
તા.24મી અને 26મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્યુ અને વ્યવહારની જાતીય સતામણી કરી હતી. આ મામલે આ વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આરોપો છે.