જાદુ જેવુ છે ગુજરાતનું આ મંદિર, બાબા અમરનાથની જેમ ગુફામાં બિરાજમાન છે મહાદેવ

Sun, 25 Jun 2023-9:49 am,

મહીસાગર જીલ્લાના કડાણા ડેમની જળ સપાટીમા નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો જેમાં ડેમની મહત્તમ સપાટી ૪૧૯ ફૂટ છે જ્યારે હાલ તે ઘટી ૩૮૫.૫ ફૂટ પર આવી ગઈ છે. જેમાં ૩૪ ફૂટ જેટલો ઘટાડો નોંધાયો છે. જેના લીધે કિનારા અને બેટ ખુલ્લા થતા ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલ નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલતા દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા હતા મહિસાગર જીલ્લાના જીવાદોરી સમાન તેમજ કડાણા ડેમમાં હાલ નહિવત જથ્થો જોવા મળી રહ્યો છે.   

જો આવનાર દિવસોમાં ઉપરવાસમાં વરસાદ નહીં પડે તો આગામી સમયમાં મહાજળ સંકટ સર્જાય તેવા એંધાણ સર્જાય રહ્યા છે, તો બીજી તરફ ડેમ કેચમેન્ટ વિસ્તારમાં જળ સપાટી ઉતરતા પાણીની વચ્ચે વચ્ચે આવેલ ડુંગરની ગુફામાં આવેલું ૮૫૦ વર્ષ જૂનું નદીનાથ મહાદેવ મંદિર આવેલ છે. જે ડેમના નિર્માણ દરમિયાન ડુંબાણમાં ગયું હતું, જે ચાલુ વર્ષે પણ ડેમની જળ સપાટી નીચી જતા મંદિરના દ્વાર ખુલ્લા થતા ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.   

એક લોકવાયકા મુજબ કડાણા ડેમના નિર્માણ પહેલા અહીંયા મહી પુનમ ભાદરવી પૂનમે મેળો ભરાતો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા. પરંતુ ત્યાર બાદ ડેમના નિર્માણ થતાં ગુફામાં આવેલ ભેકોટલીયા બાવજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિર ડૂબાણ મા જતા આઠસો પચાસ વર્ષ પુરાણું આ ઔલોકિક શિવજીનું આ ગુફા મંદિર 20 વર્ષ બાદ ગત વર્ષના શ્રાવણ માસમાં ખૂલ્યું હતું.  

આ વર્ષે ફરી એક વાર ખુલતાં દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા હતા. જ્યારે આ ગુફા મંદિરની ડોક્યુમેન્ટરી ફિલ્મ માહિતી ખાતામાં ઉપલબ્ઘ છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link