સોમનાથ મંદિરમાં લાડુનો પ્રસાદ કેવી રીતે બને છે? PHOTOs માં જુઓ પ્રસાદ નિર્માણ ગૃહનો અંદરનો નજારો

Mon, 23 Sep 2024-4:01 pm,

ટ્રસ્ટના પ્રસાદ નિર્માણ ગૃહમાં પ્રવેશનાર તમામ લોકો અને કર્મચારીઓ માટે ચુસ્ત નિયમો અનુસરવામાં આવે છે. લોટ ગૂંથવા માટે આધુનિક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે મોહનથાળના ટુકડા કરવા પણ નિયત માપના ડિઝાઇન કરેલ સાધનોનો ઉપયોગ કરાય છે. 

લાડુ બનાવવાવાળા કર્મચારીઓ પણ પ્લાસ્ટિક ગ્લવ અને હેરકેપ, માસ્ક પહેરીને લાડુ બનાવે છે. આમ મીનીમમ હ્યુમન ઇન્ટરફિયરન્સથી અને પ્રસાદને કોઈપણ કર્મચારીનો સ્પર્શ ન થાય તે રીતે સ્વચ્છતાની કાળજી રાખી પ્રસાદ નિર્માણ થાય છે.

આ પ્રસાદ શુદ્ધતા અને ગુણવત્તા માટે દેશવિખ્યાત અમૂલના શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રસાદના પ્રમાણિત ઉત્પાદન માટે સોમનાથ ટ્રસ્ટે એક સુસજ્જ અને આયોજનપૂર્વકની સપ્લાય ચેન તૈયાર કરી છે. જેથી પ્રસાદનો વેચાણ નિશ્ચિત સમયમર્યાદામાં થાય અને પ્રસાદ શેલ્ફ પર બાકી ન રહે. મુખ્યત્વે મગસના લાડુ, મોહનથાળ, અને ચુરમા લાડુનો પ્રસાદ બનાવાય છે.  

અમૂલ દ્વારા સોમનાથ ટ્રસ્ટને વેચવામાં આવનાર ઘીના ડબ્બાના દરેક લોટનું ટેસ્ટિંગ તેમની લેબોરેટરીમાં કરવામાં આવે છે અને તેનું સર્ટીફિકેટ ટ્રસ્ટને મોકલવામાં આવે છે. આ ઉપરાંત, શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રસાદ માટેના રાશનમાં વપરાતી ખાંડ અને લોટ પણ એ-ગ્રેડની જ વાપરે છે. જે પ્રસાદની ગુણવત્તાને વધુ ઉત્તમ બનાવે છે.

પ્રતિમાસ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરાતા તમામ પ્રસાદનું ટેસ્ટિંગ ગુજરાત લેબોરેટરી, અમદાવાદ ખાતે કરાવવામાં આવે છે. જેથી પ્રસાદની ગુણવત્તાની બમણી ખાતરી થાય છે.  

ભારત સરકારના વિશ્વસનીય એકમ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(FSSAI) દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને ઉચ્ચ ગુણવત્તા નિર્માણનું પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થયેલ છે. જે શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની શુદ્ધતા અને સ્વાદનું પ્રમાણ આપે છે.

સોમનાથ ટ્રસ્ટ શ્રદ્ધાળુઓને ખાતરી આપે છે કે તેઓ જે પ્રસાદ પાવન સ્થાનેથી પ્રદાન કરે છે તે શ્રેષ્ઠ ગુણવત્તા, શુદ્ધતા, અને હાઈજીનિક ધોરણોનું પાલન કરી તૈયાર કરવામાં આવે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link