ગુજરાત પાસે છે ‘ચાલતા આંબા’નો ખજાનો, અજાયબ રીતે જમીન પર સરકે છે

Wed, 05 Apr 2023-12:47 pm,

વલસાડ સમગ્ર દેશ સહિત દુનિયાભરમાં કેરી માટે જાણીતું છે જોકે વલસાડ જિલ્લાના સંજાણમાં આવેલ એક આંબો અનેક અજાયબીઓ ધરાવે છે. સામાન્ય રીતે આંબા સહિતના તમામ ઝાડ જમીનથી આકાશ તરફ વધે છે, પરંતુ સંજાણનો આંબો જમીનને સમાંતર વધી રહ્યો છે. જેથી આ આંબાને ચાલતો આંબો તરીકે સમગ્ર વિસ્તારમાં ઓળખાય છે અને રાજ્ય સરકારે પણ હેરિટેજ વૃક્ષોની યાદીમાં સમાવેશ કર્યો છે. 1300 વર્ષથી પણ વધુ જૂનો આંબો અનેક વિશેષતાઓ ધરાવે છે. તો આવો જાણીએ કે શું છે આ ચાલતા અંબાની ખૂબીઓ જોઈએ.

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાને વાડીઓનો પ્રદેશ માનવામાં આવે છે. વલસાડ જિલ્લામાં વલસાડી આફૂસ અને કેસર સહિત કેરીની અનેક જાતો વિકસે છે. સંજાણમાં આવેલ એક આંબો વર્ષોથી આ વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. કારણ કે આ વિસ્તારમાં આંબાને ચાલતા લાંબા તરીકે ઓળખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ આંબો જમીનથી આકાશ તરફ વધવાને બદલે જમીનને સમાંતર આડો વધી રહ્યો છે. સદીઓ જૂના આ આંબો અનેક વિશેષતાઓ ધરાવે છે. સ્થાનિક જાણકારોના મત મુજબ આ આંબો જમીનને સમાંતર આડો વધે છે. તેની શાખાઓ જમીનને સમાંતર વિકાસ પામે છે અને આગળ વિકાસ બાદ ત્યારબાદ ફરી તેની ડાળીઓ જમીનમાં જાય છે અને પાછું જમીનથી બહાર આવી એક નવા જ આંબાના વૃક્ષનું સ્વરૂપ લે છે. જોકે પાછળનો ભાગ આપોઆપ સુકાઈ અને નષ્ટ પામે છે.

સ્થાનિક મોહન સલાટ કહે છે કે, ઉમરગામના સંજાણમા 1300 વર્ષ પહેલા પારસીઓ આવ્યા હતા અને જે રીતે પારસીઓનો ઇતિહાસ જોડાયેલો છે તેજ રીતે આ આંબાનો પણ ઇતિહાસ છે. આ ચાલતો આંબો પણ 1300 વર્ષ જૂનો હોવાનું મનાઈ રહ્યું છે. આમ આંબાના ઇતિહાસની સાથે જો આ આંબાની ખાસિયતની વાત કરીએ તો સામાન્ય રીતે આંબાના ઝાડ જમીનથી આકાશ તરફ સીધા ઉપર વધે છે. પરંતુ અનેક ખુબીઓ ધરાવતો આ ચાલતો આંબો અત્યારે જમીનને સમાંતર આડો વધે છે.  

દર વર્ષે થોડા થોડા અંતરે આ આંબાની ડાળીઓ જમીનમાં પ્રવેશ કરે છે અને ત્યા રબાદ એ ડાળીઓ બહાર આવી અને એક નવા જ ઝાડના રૂપમાં ફૂલેફાલે છે અને આંબાનો વિકાસ ત્યાંથી આગળ વધે છે. આને કારણે સદીઓ જૂના આંબાના અત્યાર સુધી અનેક માલિકો પણ બદલાઈ ચૂક્યા છે. અનેક ખુબીઓ ધરાવતા આંબાનું ઝાડને કોઈ વાડીના માલિકો નુકસાન પહોંચાડતા નથી. તેથી આંબાની ખેતી કરતા અન્ય ખેડૂતો પણ આંબાને જોઈને નવાઈ પામે છે. આ વિશેષતાને કારણે અત્યારે આંબો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

અન્ય સ્થાનિક સુરેશ માછી જણાવે છે કે, સંજાણના આ આંબાના વૃક્ષને હેરિટેજ વૃક્ષમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 70 મીટરના ઘેરાવામાં ફેલાયેલ આ આંબા અન્ય આંબાઓ કરતા વિશેષતાઓ ધરાવે છે. ખેતી માટે વાવવામાં આવતા આંબો સામાન્ય રીતે આકાશ તરફ વિકાસ પામતો હોય છે. જોકે જંગલી રીતે વિકાસ પામતા આંબો દાબ કલમ થી વિકાસ પામી રહ્યો છે. જે સામાન્ય રીતે જવેલ્જ઼ જોવા મળતું હોય છે.

મહત્વપૂર્ણ છે કે વડની વડવાઈઓ જમીનમાં પ્રવેશ કરી અને ત્યારબાદ વડના ઝાડને ટેકા સ્વરૂપે ફૂલેફાલે છે અને વડના ઝાડનું થડ વિકાસ પામે છે. જોકે આંબામાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા નથી મળતી. પરંતુ અનેક વિશેષતાઓ ધરાવતા આંબાની ડાળીઓ જમીનમાં પ્રવેશ કરીને પાછું નવા સ્વરૂપે વિકાસ પામે છે જેને કારણે તજજ્ઞો માટે પણ આંબો અનેક વિશેષતાઓ ધરાવે છે. ત્યારે ચાલતો આંબો છેલ્લા 1300 વર્ષ થી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ થયો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link