વરસાદના મોટા અપડેટ : અંબાલાલ પટેલની નવી આગાહી આવી, આ નદીઓમાં પૂર આવવાની આપી ચેતવણી

Sat, 24 Aug 2024-1:08 pm,

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં હાલમાં ૧ થી ૩ ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. રાજ્યમાં ૨૮ ઓગસ્ટ સુધી વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ આવી શકે છે. જામનગર, દેવભૂમી દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ આવી શકે છે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. (Image : IMD, India Meteorological Department)

આ ઉપરાંત રાજકોટ, ચોટીલા, થાન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. સુરેન્દ્રનગરમાં હળવદ અને ધ્રાંગધ્રામાં વરસાદ આવી શકે છે. મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસરમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. પંચમહાલ, દાહોદ, લીમખેડા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. (Image : IMD, India Meteorological Department)

અંબાલાલ પટેલે કહ્યું કે, ભારે વરસાદથી ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. ખેડૂતોને વહેણ વોંકળા કાંસ પાણી જવાના માર્ગો પર જળ ભરાશે. ખેડૂતોએ પાણીના નિકાલ કરવા પ્રયત્નો કરવા ઈષ્ટ રહેશે. ટૂંકી મુદ્દતના પાકો અર્ધ ચોમાસું પાકોનું વાવેતર થઈ શકશે. ૧૦ સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગર માં પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ બંધાયો છે. ૨૩ સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે. ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે. (Image : IMD, India Meteorological Department)

હવામાન વિભાગની આગાહીના અનુસંધાને તારીખ 23 થી 29 સુઘી ભારે થી અતિ ભારે વરસાદને લઈ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ મહીસાગર જિલ્લા વહીવટી તંત્રને સાત દિવસ તકેદારી રાખવા અધિક કલેક્ટર દ્વારા સૂચના અપાઈ. જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓને મુખ્ય મથક ન છોડવા સૂચના અપાઈ છે. તમામ કંટ્રોલરૂમ કાર્યરત રહે તેને લઈને પણ તકેદારી રાખવા માટે સૂચના અપાઈ. કોઈપણ વિસ્તારમાં ભારેથી અધિકારી વરસાદ હોય તો કંટ્રોલરૂમ નંબર 02674 25230 0/301 ઉપર જાણ કરવા અપીલ કરી. મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ અને વરસાદની આગાહીને લઈને અધિક જિલ્લા કલેકટર દ્વારા સંબંધિત અધિકારીઓને જાણ કરાઈ. (Image : IMD, India Meteorological Department)

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી વરસાદ નોંધાયો છે. જુદા જુદા વિસ્તારોમાં સતત હળવો મધ્યમ વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા સામાન્ય કરતા વધુ જોવા મળ્યો. પશ્ચિમ તરફના ગોતા, ચાંદલોડિયા, જગતપુર, વૈષ્ણોદેવી, સોલા, સાયન્સ સીટી સહિતના વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળી. તો ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. સવારે 6 થી 11 દરમ્યાન શહેરમાં શરેરાશ 34.22 મિમિ એટલે કે દોઢ ઇંચ વરસાદ નોંધાયો. 10 થી 11 કલાક દરમિયાન વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો. ગોતા ચાંદલોડિયા સાયન્સસીટી બોડકદેવ જોધપુર સરખેજ સહિતના વિસ્તારમાં 1 કલાકમાં એકથી દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો. કેટલાય વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા, તો વાહનચાલકો પરેશાન થયા. વાસણા બેરેજના 3 ગેટ ખોલી 2800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. (Image : IMD, India Meteorological Department)

રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૬૪ ટકા જળ સંગ્રહ... રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૮ ટકા જળ સંગ્રહ... રાજ્યના ૬૬ જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા... રાજ્યના ૧૭ ડેમ એલર્ટ પર તો ૧૧ વોર્નિંગ પર મુકાયા... રાજ્યભરમાં ૫૨ ડેમ ૧૦૦ ટકા ભરાયા... રાજ્યના ૪૨ ડેમ ૭૦થી ૧૦૦ ટકા ભરાયા.. રાજ્યના ૨૩ ડેમ ૫૦થી ૭૦ ટકા ભરાયા. (Image : IMD, India Meteorological Department)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link