ફરી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે! સપ્ટેમ્બરમાં સારા વરસાદના સંકેત સાથે અંબાલાલની નવી આગાહી

Thu, 31 Aug 2023-8:39 pm,

જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, હજુ ચોમાસાની સિઝન પુરી નથી થઈ ગઈ. હજુ તો સારો એવો વરસાદ વરસવાનો બાકી છે. લોકો જે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યાં છે તેમની આતુરતાનો અંત હવે નજીક છે. નવા મહિનાથી એટલેકે, સપ્ટેમ્બર માસમાં વરસાદ ફરી ધોધમાર બેટિંગ કરશે. જોકે, લોકોએ વરસાદ માટે હજુ થોડા દિવસો સુધી રાહ જોવી પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. હજુ વરસાદ માટે થોડા દિવસનો સમય લાગશે. અલ નીનો ગુજરાતમાં વરસાદ માટે જાણે વિલન બની ગયું છે. કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની હાલ શક્યતા નથી. જોકે, સપ્ટેમ્બરમાં વરસાદી માહોલની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  

અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છેકે, ગુજરાતમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સારો વરસાદ થઈ શકે છે. દેશના કેટલાક ભાગોમાં 100% વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં હલચલ થતાં ગુજરાતમાં સપ્ટેમ્બરમાં  સારો વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 4થી 10 સપ્ટેમ્બરના અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે. આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. જેના કારણે આંધ્ર ઓરિસ્સા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ થવાની શક્યતા છે. મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ગુજરાતાના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 3 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે.

ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. પંચમહાલ, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. તેમના કહેવા મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધી શકે છે. તેમના કહેવા મુજબ આ વરસાદનું વહન ઘણું સારું રહેશે. તેમણે સાથે સાથે એમ પણ કહ્યું કે દેશના પૂર્વના ભાગોની ખબર લઈ નાખે તેવું બની શકે છે. 

પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. જ્યારે 13-20 સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા દર્શાવી છે. બંગાળાના ઉપસાગરમાં એક પછી એક મજબૂત સિસ્ટમ બનતા દેશ સહીત ગુજરાતનાં ભાગોમાં વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના અંતિમ તબકામાં વરસાદ થોડો ઓછો રહી શકે છે. ઉલ્લેખનીય છે કે, 1 સપ્ટેમ્બરથી ગરમી વધશે. 

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, ઓગસ્ટ મહિનો ભલે કોરો ગયો પણ સપ્ટેમ્બર કોરો નહીં જાય. વરસાદની સિઝન પુરી નથી થઈ ગઈ, અભી પિક્ચક બાકી હૈ...આગામી સમયમાં દેશમાં સારો વરસાદ થઈ શકે છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 10-15 સપ્ટેમ્બર અરબ સાગરમાં લો પ્રેશર બનશે. સપ્ટેમ્બરમાં ચોમાસા જેવા વરસાદની સંભાવના છે. 4થી 10 સપ્ટેમ્બર ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link