ખતરનાક ચાંદીપુરા વાયરસ માટે સરકારમાંથી છૂટ્યા આદેશ, તાત્કાલિક અસરથી કરાશે આ કામ

Thu, 18 Jul 2024-5:03 pm,

રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈને મુખ્યમંત્રી નિવાસ સ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ડોક્ટરો જોડાયા હતા. રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અંગે આ બેઠકમાં સમીક્ષા થઈ હતી. રાજ્યના તમામ જિલ્લા,મહાનગરના આરોગ્ય અધિકારીને વીડિયો કોન્ફરસન્સથી જોડવામાં આવ્યા હતા. રાજ્યની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તંત્રના ડોક્ટરોને પણ વીસીથી કનેક્ટ કરાયા હતા. ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ અને તેના અટકાયતી પગલાઓ અંગે ચર્ચા કરાઈ અને મહત્વના નિર્ણયો લેવાયા.

મુખ્યમંત્રીએ જિલ્લાઓ માં રોગ અટકાયત માટે મેલેથીયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવના કિસ્સામાં તાત્કાલિક સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્વિત કરવા બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો આશા વર્કર બહેનો આંગણવાડી કાર્યકર બહેનો નર્સ બહેનો જેવા પાયાના કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.

તો બીજી તરફ, રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતીની લઇને સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારો બાદ ગાંધીનગક-અમદાવાદમાં પણ શંકાસ્પદ કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની હેલ્થ વિભાગની પોતાની હોસ્પિટલોને તાકીદ કરી છે. એલજી, શારદાબેન અને વીએસ હોસ્પિટલોને ખાસ તાકીદ કરાઈ છે. ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા દર્દી આવે તો તુરંત ઉચ્ચ કક્ષાએ જાણ કરવા જણાવાયું છે. ચાંદીપુરા શંકાસ્પદ કેસની એએમસી દ્વારા સીધી રાજ્ય સરકારમાં જાણ કરાશે. હાલ મ્યુનિસિપિલ કોર્પોરેશન ચોપડે શહેરમાંથી એકપણ શંકાસ્પદ કેસ નથી. પરંતું અમદાવાદ શહેરના બે શંકાસ્પદ કેસ અસારવા સિવિલ હોસ્પીટલમાં રિપોર્ટ થયા છે. હાલ શંકાસ્પદ કેસના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટીંગ માટે પુણે મોકલાયા છે. 

રાજકોટમાં ચાંદીપુરા વાયરસને લઇને મોટા સમાચાર આવ્યા છે. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના પાંચ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. પાંચેય કેસમાં દર્દીઓના મોત થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા લક્ષણોને આધારે નમૂના લેબોલેટરીમાં મોકલવામાં આવ્યા છે. મોરબીના બે દર્દી અને પડધરી હડમતિયા, જેતપૂર,પરપ્રાંતિય દર્દીનું મોત નિપજ્યું છે. તેથી આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. આ વિશે સિવિલ હોસ્પિટલના RMC ડો. હર્ષદ દૂસરાએ જણાવ્યું કે, જનાના હોસ્પિટલમાં 7 ICU બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. કુલ 5 મોત થયા છે અને ચાંદીપુરા વાયરસના લક્ષણો વાળા દર્દીઓ માટે આરક્ષિત રૂમ તૈયાર કર્યો છે. તાવ, ઉધરસ, ઝાલા-ઉલટી સહિતના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર આપવામાં આવશે.

જામનગરની ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાઇરસને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસો મળી આવ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ રોગને નિયત્રંણમાં લેવા માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ 2 કેસો મળી આવ્યા છે અને હાલમાં આ બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. કૃષિમંત્રીએ ઉપસ્થિત સર્વેને જરુરી માર્ગદર્શન આપ્યા હતુંં અને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link