સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ચારેય બાજુથી તૂટી પડશે વરસાદ! આગામી 5 દિવસ મોટી ઘાત

Thu, 22 Aug 2024-3:37 pm,

Gujarat Havy Rainfall: વરસાદ અંગે હવામાન વિભાગની ચોંકાવનારી આગાહી આવી સામે. આગામી પાંચ દિવસ ગુજરાત પર સક્રિય થશે ભારેથી અતિભારે વરસાદી સિસ્ટમ.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેને કારણે ગુજરાત પર ચારેય બાજુથી મંડરાઈ રહ્યો છે ભારેથી અતિભારે વરસાદનો ખતરો.

આગાહીકાર અંબાલાલ પટેલે તો આ આખું સપ્તાહ એટલેકે, આગામી 7 દિવસ ગુજરાત પર ભારે જળ સંકટ રહેશે તેવી આગાહી કરી દીધી છે.   

લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ચારેય બાજુથી તૂટી પડશે વરસાદ! 

આજે અમદાવાદ અને ગાંધીનગર પર વરસાદી ઘાત. રાજ્યના પાટનગર અને આર્થિક પાટનગર બન્ને શહેરો પર આજે રહેશે મેઘરાજાનું રાજ. સવારથી ચાલુ છે વરસાદની ધુઆધાર બેટિંગ.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક બાદ સૌરાષ્ટ્રમાં વધશે વરસાદનું જોર. ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જામનગર, જૂનાગઢ અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શરૂ થશે મેઘરાજાની રમઝટ.    

ભારે વરસાદની આગાહીની પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં યલો, ઓરેન્જ અને રેર્ડ અલર્ટ આપવામાં આવતું હોય છે. જેમાં ખાસ કરીને સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેર્ડ અલર્ટનું પ્રમાણ વધારે હોય છે. આ ઝોનમાં જોખમ વધારે છે. 

હવામાન વિભાગે કરેલી આગામી મુજબ રાજ્યના અન્ય ઝોનની સરખામણીએ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને 24 થી 28 ઓગસ્ટના સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે તેવી પણ સંભાવના વ્યક્ત કરી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link