બીજા રાઉન્ડમાં અમદાવાદના આ વિસ્તારો પાણીમાં ડૂબ્યા! વાસણા બેરેજના 9 ગેટ ખોલી નદીમાં ઠલવાઈ રહ્યું છે પાણી

Fri, 07 Jul 2023-8:44 pm,

સામાન્ય વરસાદમાં વેજલપુર જળમગ્ન થયું હોવાનું સામે આવ્યું છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવવા સાથે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે. આનંદ નગરથી વેજલપુર રેલવે ક્રોસિંગ તરફ જતા રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે. એક તરફનો રોડ ખોદી કાઢતા લોકોના વાહનો ખાડામાં પડ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. એટલે કે બીજા રાઉન્ડમાં મેઘરાજાએ અમદાવાદ શહેરની હાલત બગાડી નાંખી છે અને આખું શહેર ફરી એકવાર પાણી પાણી થઈ ગયું છે.

અમદાવાદ શહેરમાં સમી સાંજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ બન્યો છે, ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના શ્યામલ, પ્રહલાદનગર, એસજી હાઈવે, બોડકદેવ, વસ્ત્રાપુર, નરોડા, નિકોલ સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદના ઓઢવમાં એક જ કલાકમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે પાલડીમાં 2 ઈંચ, નિકોલ અને કઠવાડામાં દોઢ ઈંચ, વિરાટનગર અને સરખેજમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.

આજે સમી સાંજે ભારે પવન સાથે મેઘરાજા અમદાવાદમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. ધોધમાર વરસાદના કારણે કેટલાક સ્થળોએ પાણી પણ ભરાયા છે. તો આશ્રમ રોડ, ઠક્કરબાપા નગર, વિરાટનગર, બાપુનગર અને ઇન્ડિયા કોલોની તરફ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદથી ઓફિસથી ઘરે જઇ રહેલા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.

બીજી બાજુ અમદાવાદમાં ધોધમાર વરસાદના પગલે ટ્રાફિકજામ પણ થયો છે. આ સાથે જ શહેરમાં અચાનકથી ખાબકી રહેલા ધોધમાર વરસાદના પગલે ફરી એકવાર લોકો ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લોકોએ મનપાના પ્રિમોન્સુન કામગીરીના દાવાઓને નકારી કાઠ્યા છે. અસારવામાં આવેલા રત્ના સાગર ચાર રસ્તાથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ચાર રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ થયો છે.

બીજા રાઉન્ડમાં મેઘરાજાએ અમદાવાદની હાલત બગાડી નાંખી છે, આખું શહેર પાણી-પાણી થઈ ચૂક્યું છે, ત્યારે બીજી તરફ AMC તંત્રના મહત્તમ અધિકારીઓ અને ભાજપી સાશકો g20 સમિટના ગાલા ડિનરમાં વ્યસ્ત છે. જોકે ઓઢવ વિસ્તારમાં તો રસ્તાઓ બેટમાં ફેરવાય ગયા હતા. માત્ર થોડા સમયમાં જ મેઘરાજાએ અમદાવાદમાં ધબધબાટી બોલાવી દીધી હતી. ધોધમાર વરસાદ બાદ શહેરના રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા જેના કારણે વાહનો બંધ પડ્યા હતા અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

અમદાવાદમાં ધોધમાર વરસાદના પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે તો રસ્તા પર પાણી ભરાવાના કારણે ટ્રાફિકજામ પણ થયો છે. આ સાથે જ શહેરમાં અચાનકથી ખાબકી રહેલા ધોધમાર વરસાદના પગલે ફરી એકવાર લોકો ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link