એલર્ટ રહેજો! ગુજરાતમાં આવી રહી છે મેઘસવારી; આગામી 24 કલાકમાં આ જિલ્લાઓ પર તૂટી પડશે વરસાદ!
24 કલાકની વાત કરીએ તો વાતાવરણ સૂકું રહેશે. જીલ્લાની વાત કરીએ તો નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સાઉથ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે. જેમાં દમણ, ડાંગ તેમજ વલસાડનો સમાવેશ થાય છે. બે દિવસથી ગુજરાતનું વાતાવરણ એકાએક પલટાયું છે. ભરશિયાળે માવઠું આવ્યું છે.
કડકડતી ઠંડી વચ્ચે વાદળો મંડરાયા છે અને વરસાદ આવ્યો છે. ત્યારે આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે.
આગામી 5 દિવસના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જેથી આજે આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લામાં છુટોછવાયો હળવો વરસાદ આવી શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહીત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી છે.
9 જાન્યુઆરીએ નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દીવ, દમણ અને દાદરાનગર હવેલી, અમરેલી, જામનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, સાબરકાંઠા અને અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
10 જાન્યુઆરીનાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. આ સિવાય અમરેલી, જામનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, સાબરકાંઠા અને અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.