ગુજરાતનું આ ગામડું આખી દુનિયામાં છે છવાયેલું, ઘરે ઘરે લખપતિ અને કરોડપતિ...જાણો છો આ અમીરીનું રહસ્ય?
એક સમય એવો પણ હતો જ્યારે આ ગામના લોકો માટીના ઘરોમાં અને ઓછી સુખ સુવિધા સાથે જીવન જીવતા હતા. પરંતુ હવે અહીંના લોકો આધુનિક સુખ સુવિધા સાથે રહે છે.
ભારતનું એક ગામ એવું છે જે ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અમીર ગામડાઓમાંનું એક બની ચૂક્યું છે. અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના એક ગામ માધાપરની. કચ્છ જિલ્લામાં આવેલા આ ગામમાં કુલ 7600 ઘર છે અને 17 બેંક છે.
એક સમય એવો પણ હતો જ્યારે આ ગામના લોકો માટીના ઘરોમાં અને ઓછી સુખ સુવિધા સાથે જીવન જીવતા હતા. પરંતુ હવે અહીંના લોકો આધુનિક સુખ સુવિધા સાથે રહે છે. આ નાનકડા ગામમાં અનેક હોસ્પિટલો, શાળા, કોલેજ, તળાવ, બંધ, અને મંદિર છે. 1990ના દાયકામાં જ્યારે દેશમાં ટેક્નોલોજીની ક્રાંતિ આવી ત્યારે તે સમયે માધાપર ગામ હાઈટેક ગામ બની ગયું હતું.
આ ગામની અમીરીનું રહસ્ય એ છે કે અહીંના મોટાભાગના લોકો વિદેશમાં ખાસ કરીને બ્રિટન, અમેરિકા, કેનેડા, વગેરે દેશોમાં રહે છે અને કામ કરે છે. વિદેશમાં સેટ થવા છતાં તેઓ પોતાના માદરે વતન સાથે જોડાયેલા છે અને કમાણીનો એક મોટો ભાગ માદરે વતન મોકલે છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ માધાપરની કુલ વસ્તી લગભગ 92000 છે. જેમાંથી 65 લોકો એનઆઈરઆઈ છે જે વિદેશમાં રહે છે અને સમયાંતરે પરિવારને પૈસા મોકલતા રહે છે. ગામમાં 17 બેંકો છે જેમાં સરેરાશ 5000 કરોડ રૂપિયા જમા છે.