આજે લગ્ન, અને આજે જ જિંદગીનું પહેલુ મતદાન... કેમ કરીને ચૂકી જવાય...???
નસવાડી તાલુકાકાના હરિપુરા ગામમાં એક આદિવાસી વરરાજાએ પોતાની મતદાનની ફરજને નિભાવતા પ્રથમ મતદાન કર્યું છે. જોકે, તેની ખાસ વાત એ છે કે, આજે જ તેના લગ્ન છે અને આજે તેના જીવનનું પહેલુ મતદાન છે. ત્યારે તેણે લગ્ન ટાંણે પણ મતદાન કરવાની ફરજ બજાવી હતી. આજે લગ્ન હોવા છતાં જીવનના ફેરા ફરતા પહેલા લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા છે. ઉલ્લેખનીય છે કે, જીવનમાં પ્રથમ વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
ગોંડલના બિલીયાળા ગામમાં વરરાજા અને કન્યા મતદાન કરવા પહોંચ્યા.
ગોંડલના બિલીયાળા ગામમાં વરરાજા અને કન્યા મતદાન કરવા પહોંચ્યા.
વડોદરાના પાદરામાં નગર પાલિકા મતદાનમાં કન્યા મતદાન કરવા માટે પહોંચી હતી. પીઠી ચોળીની હળદીની વિધિ પહેલા કન્યા વોર્ડ નંબર 3માં મતદાન કરવા આવી હતી. તે સોહામણી લાગી રહી હતી. પરિવાર સાથે આવેલી કન્યાએ પાદરાના અન્ય મતદારો0ને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
દહેગામના વોર્ડ નંબર 5 માં વરરાજા લગ્ન કરતા પહેલા મતદાન કરવા પહોંચ્યા હતા. લગ્ન પછી, પહેલા મતદાનની લાગણી સાથે વરરાજાએ પોતાના પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
અમરેલીમાં લોકશાહીના પર્વની મુસ્લિમ સમાજના વરરાજા દ્વારા ઉજવણી કરાઈ. મતદાનની ફરજ અદા કરવા મુસ્લિમ પરિવારના નિકાહ એક કલાક મોડા કરાયા હતા. ગાધકડા ગામના એક પરિવારે જાનની બસ લઈને મુસ્લિમ પરિવાર બુથ પર પહોંચ્યો હતો. વરરાજા સહિત સમગ્ર પરિવારે બારાતમાં જતા પહેલા લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું. મોહસીન ખોખર નામના વરરાજાએ મતદાન કરી નિકાહનો સમય પાછો ઠેલવ્યો હતો.