અંબાલાલની નવી નક્કોર આગાહી; પુનર્વસુ નક્ષત્રના અંતમાં આ વિસ્તારોમાં આવશે મહા જળપ્રલય!
અંબાલાલ પટેલે વધુમાં કહ્યુ કે, રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 20 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. બંગાળના ઉપસાગરમાં 18 થી 20 ઓગસ્ટમાં એક મજબૂત સિસ્ટમ બનશે. ઓરિસ્સા, છત્તીસગઢ, બિહારના ભાગો પશ્ચિમ બંગાળ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મજબૂત સિસ્ટમના લીધે તેનો ઘેરાવો મોટો હશે, જેના લીધે પુર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ઉતર પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો ગુજરાતના ભાગોમાં વરસાદીની સ્થિતિ રહેશે.
રાજ્યમાં 15 દિવસથી સતત અને અવિરત વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ જોવા મળ્યો છે. પુનર્વસુ નક્ષત્ર બાદ પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે. ત્યારે અંબાલાલ પટેલે પુનર્વસુ નક્ષત્રના અંતિમ દિવસોમાં ભારેથી અતિભારે જળપ્રલય કરે તેવા વરસાદ પડવાની મોટી આગાહી અંબાલાલ દ્વારા વ્યક્ત કરી છે.
20 તારીખ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડશે. 18થી 20 તારીખ સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય-પૂર્વ ગુજરાતના ભાગોમા વરસાદની શક્યતા છે. બનાસકાંઠા-કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. 26 જુલાઈએ સુધી ભારે વરસાદ રહેવાની શક્યતા છે.
અત્યાર સુધીમાં સક્રિય થયેલ સિસ્ટમો જમીન પરથી સક્રિય થઈ છે. અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં ચોમાસાની પ્રથમ ડીપ ડિપ્રેશન સિસ્ટમને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. આ સિસ્ટમ 18 તારીખે સક્રિય થશે અને 18 થી 22 તારીખની વચ્ચે ગુજરાતમાં સૌથી મોટો વરસાદનો ભારે રાઉન્ડ લઈને આવી શકે છે. આ દિવસો દરમિયાન પુનર્વસું નક્ષત્રમાંથી સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થશે. નક્ષત્ર બદલતાની સાથે જ ગુજરાતમાં જળ પ્રલય થઈ શકે છે.
પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે. આવહા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26 જુલાઈ સુધી રેહેવાની શક્યતા. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં રેડ અલર્ટ છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે. બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે.
તો કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી સહિતના વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
આ વરસાદ પૂર્ણ થયા બાદ 23 થી 30 જુલાઈની વચ્ચે પણ રાજ્યમાં ભારેથી અતિભારે અવિરત વરસાદ પડી શકે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડશે. દેશના ઉત્તરીય અને પૂર્વીય ભાગોમાં પણ ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પુનર્વસુ નક્ષત્રને કારણે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર જળ પ્રલય જેવો વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા ભડાકાને કારણે ખાસ કરીને પશુઓને મોટી માત્રામાં નુકસાની થશે.