ચમત્કારિક મહાદેવ મંદિર : શિવલિંગ પર પહેલુ ફુલ કોણ મૂકી જાય છે તે આજદિન સુધી નથી ખબર

Mon, 04 Sep 2023-2:35 pm,

દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ભાણવડ શહેરથી ખંભાળિયા હાઈવે પર આવેલું અતિ પૌરાણિક ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર પાંડવોએ બનાવેલું છે ઈન્દ્રેશ્વર મહાદેવની પેલી પૂજા કોણ કરે છે ક્યારે કરે છે તે કોઈ જાણતું નથી. પરંતુ કહેવાય કે, આ મંદિરમાં મહાદેવ અપૂજ રહેતા નથી અને શિવલિંગ ઉપર હંમેશા તાજું ફૂલ હોય છે. પવિત્ર શ્રાવણ માસના ઇન્દ્રેસ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શિવની મહાપૂજા કરવામાં આવે છે અને મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. 

ત્રણ ત્રણ નદીઓના પાણી વચ્ચે વિશાળ પટાંગણમાં પર્યટન સ્વરૂપ પ્રાચીન ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર જોવા અને જાણવા જેવું અતિ લોકપ્રિય છે. અતિ પૌરાણિક અને પ્રસિદ્ધ ઈન્દ્રેશ્વર મહાદેવનું ભવ્યતમ વિશાળ મંદિર જોવા અને જાણવા જેવું છે. જ્યાં પ્રકૃતિ સૌંદર્ય વચ્ચે ત્રણ નદીઓનો સંગમ અને ગંધ્રટ્યું સ્મશાન અને ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર હોવાથી શ્રદ્ધા કર્મ માટે આસ્થાનું વિશિષ્ટ સ્થાન ધરાવતું આ પૌરાણિક મંદિર છે. જ્યાં વેરાડી વર્તુ, સોનમતી એમ ત્રણ ત્રણ નદીઓના સંગમ સ્થાને બ્રિજમાં શ્રી ઈન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના કરાઈ છે.

અહીં શિવલિંગની સ્થાપના અંગે બે બે વિભિન મતો છે. કહેવાય છે કે, ઈન્દ્રેશ્વર મહાદેવની સ્થપના પાંડવોએ વનવાસ દરમિયાન કરી હતી. શિવ ભકત પાંડવોએ વનવાસ દરમિયાન સ્નાન કર્યા વિના શિવ પૂજા કેમ કરવી? જે બાબતેથી પાંડવો દ્વારા શિવ મંદિરો નદી ઝરણાંના તટ પર પર જ શિવલિંગની સ્થાપના કરી હતી. 

તો બીજી તરફ, પુરાણોમાં ઉલ્લેખ છે કે ભારતના મણિકર્ણિકા ઘાટ કાશી વિશ્વનાથ ઉજજૈન આદિ કુલ સાડા ત્રણ જાગતા સ્મશાન સામે જ મહાદેવની સ્થપના કરવામાં આવી છે. તેની સ્થાપના ઇન્દ્રએ કરી છે, જે પુરાણ અનુસાર અડધું જાગતું સ્મશાન એટલે ત્રિવેણી કાંઠે આવેલું સ્મશાન પ્રથમ અભિષેક ઇન્દ્ર હીવાથી ઇન્દ્રસ્વર મહાદેવ જણાએ છે.

લોકવાયકા છે કે, યુગોથી આજ દિન સુધી એ જાણી શકાયુ નથી કે, અહીં મહાદેવની પ્રથમ પૂજા કોણ અને ક્યારે કરી જાય છે. જ્યારે પણ સવારે મહાદેવ મંદિર ખોલવામાં આવે છે ત્યારે શિવલિંગ પર તાજુ ફુલ જોવા મળે છે. આમ, આ એક ચમત્કારી મહાદેવ મંદિર છે. આ શિવ મંદિરના સંકુલમાં ગણપતિજી, હનુમાનજી,  કાળભેરવજી, બટુકભેરવજી, ગાયત્રીમાતાજી અને નાગ દેવતાનું મંદિર આવેલ છે અને જાગતી સમાધિ આવેલી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link