Gujarat Model : સરકારના કાન સુધી નથી પહોંચતો ગુજરાતના આ ગામના લોકોનો અવાજ

Thu, 28 Mar 2024-11:34 am,

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઊંડાણ વિસ્તારનુ સંધપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદને અડીને આવેલ મધુબન ગૃપ ગ્રામ પંચાયતના ટ્રાયબલ વિસ્તારનું નગરગામ સીંગ ડુંગરી ફળિયાના લોકો દમણ ગંગા નદીના કુદરતી સૌંદર્ય અને મધ્ય ભાગે રહી જીવન હોડીના સહારે જીવી જીવ જોખમમાં મૂકી ગુજરાન ચલાવી રહ્યા છે. 

કપરાડાના નગરગામના સીંગડુંગરી ફળિયું એક ટાપુ તરીકે જાણીતુ છે. અંદાજે ૩૫ થી 50 ઘરો સાથે 450 થી વધુ જન સંખ્યા ધરાવતુ સીંગ ડુંગરની ચારે બાજુએ મધુબન ડેમનું પાણીથી અંદાજે ૪૦ થી ૫૦ ફૂટ પાણીના ફરતે આવેલં છે. ત્યાંના રહીશો પોતાનું જીવન સંઘર્ષમાં વિતાવી રહ્યા છે. અહીંયા કાયમી વસવાટ કરતા આદિવાસી જનજાતિના લોકો મુખ્યત્વે જીવન ચલાવવા માટે માછીમારી, ખેતીવાડી, મજુરીકામ સાથે સંળાયેલા છે. પરંતું મોટાભાગના યુવાનો બેરોજગાર છે.   

કંપનીમાં કામ કરવાનું માટે જવાનું તો પણ હોડીના સહારે જવાનું હોય છે. અહીં યુવાનોને ઘણા ઓછા કામ મળે છે. જેથી યુવાનોને નોકરી પણ મળતી નથી. બીજી તરફ આ ગામના યુવાનોને લગ્ન માટે પણ છોકરીઓ મળતી નથી. અહીંયા જીવવું હોય તો હોડી ચલાવવું જરૂરી હોય એટલે યુવાનોના લગ્ન પણ જલ્દી થતા નથી. અહીં લોકોને ફરજીયાત હોડી વસાવવી પડીર રહી છે. ચૂંટણી સમયે નેતાઓ આવે છે ખરા, પરંતુ છતા સમસ્યા તો એવીને એવી જ છે. આ ગામના લોકોને ચૂંટણી સમયે મતદાન માટે દોઢ કિમી હોડીના સહારે નદી પાર કરી આશરે ચારથી પાંચ કિમી દૂર મતદાન મથકે જવુ પડે છે. 

1975 થી 1980 દરમિયાન મધુબન ડેમ બન્યા પછી આ પરિસ્થિતિ આવી છે. ચારે કોર પાણી વચ્ચે ટાપુ પરના શીંગડુંગરી ફળિયાના વિદ્યાર્થીઓ, દર્દીઓ, સગર્ભા માતાઓ સહિત સ્થાનિકોએ ફરજીયાત હોડીના સહારો લેવો પડતો હોય છે. કપરાડા તાલુકાના મધુબન ગ્રુપ ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ નગર ગામના ફરતે મધુબન ડેમના કેચમેન્ટ એરિયાના પાણી વચ્ચે આવેલા શીંગડુંગરી ફળીયામાં આરોગ્ય, શૌચાલય તથા વિદ્યાર્થીઓ, વડીલો માટે તંત્ર મોટરબોટની સુવિધા ઉપલબ્ધ કરે એવી ગામ લોકોની માંગ ઉઠી છે.  

શીંગડુંગરી ફળીયાના 50 પૈકી 28 જેટલા ઘરોમાં હોડી છે. અહીંયા બાલવાટિકાથી 1 થી 5 ધોરણની પ્રાથમિક શાળામાં એક શિક્ષક અને એક શિક્ષિકા પણ સ્વખર્ચે હોડીમાં આવી ફરજ બજાવે છે. આ ગામના લોકોએ નદી પાર કરવામાં 40 થી 50 મિનિટ લાગે છે અને જો વાતાવરણ ખરાબ હોય પવન ફૂંકાતો હોય તો એકથી દોઢ કલાક લાગે છે. જીવ જોખમમાં મૂકી અહિના લોકો ચોમાસામાં અવરજવર કરતા હોય છે. ત્યારે સુવિધાથી વંચિત આ ગામના લોકોને પાયાની સુવિધા તેમજ એક મશીન બોટની માંગ કરી રહ્યા છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link