ગુજરાતમાં આજથી ભારે વરસાદનો નવો રાઉન્ડ, હવામાન વિભાગે 14 જિલ્લાઓને આપી ચેતવણી

Mon, 02 Sep 2024-8:20 am,

આવતીકાલે 2 સપ્ટેમ્બરે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમન, નગર હવેલી ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં યલો એલર્ટ સાથએ છુટા છવાયા વરસાદની આગાહી છે. 

ત્રીજી સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં છુટા છવાયા સ્થળોએ ભારે ભારે વરસાદની આગાહી છે. સાથે જ ઓરેન્જ એલર્ટ છે. ત્રીજી સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ છે. 

4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. 

5 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, કચ્છ પાસેથી પસાર થયેલા આશના વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર નથી થઈ. ગઈકાલથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હતું. આજે 1 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદ શરુ થશે. 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ નોંધાશે. આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે.   

અંબાલાલે પટેલે વાવાઝોડાના અપડેટ આપતા જણાવ્યું કે, આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેબરમાં 3થી 10 વચ્ચે વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link