ગુજરાત પર એક નહીં બે-બે સિસ્ટમ સક્રિય! હવે વિનાશક વરસાદનું રેડ એલર્ટ; ઠેરઠેર ટીમો તહેનાત

Tue, 02 Jul 2024-9:10 am,

બે સિસ્ટમ એક્ટિવ થતાં પાંચ દિવસ મેઘરાજા ભુક્કા બોલાવશે, જૂનમાં 12% વરસાદની ઘટ પડી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મહાનગરોમાં પણ પહેલાં વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. જેમ જેમ આ સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે તેમ તેમ વરસાદનું સંકટ વધુ ઘેરું બનતું જાય છે.

દરિયાકાંઠાના જિલ્લાઓ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ.. પોરબંદરમાં થયેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ-પોરબંદર હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.. તો દ્વારકાના કલ્યાણપુરના લાંબામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી. જ્યારે રાવલ ગામ બેટમાં ફેરવાયું છે.

ગુજરાતમાં બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે...સાયકલોનિક સર્ક્યુલેશનન અને લો પ્રેશરના લીધે જુલાઈમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવ છે...પાંચથી 12 જુલાઈએ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે...તો અષાઢી બીજે રથયાત્રાના દિવસે સાંજન સમયે સારો વરસાદ આવશે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે...ઉલ્લેખનીય છે કે 12થી 14 જુલાઈએ પશ્ચિમ ધાટથી આવતો પવન ગુજરાતમાં વરસાદ લાવશે...

રાજ્ય પર એકસાથે બે-બે વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં પાંચ દિવસ મેઘરાજા ભુક્કા બોલાવશે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.  

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આજે ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક અત્યંત ભારેથી અતિભારે તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તથા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રમાશ્રય યાદવે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. એમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યુ છે. આ સાથે જ એક ટ્રફ મધ્ય ગુજરાતથી લઈને મધ્યપ્રદેશ સુધી લંબાય છે, જેને કારણે ગુજરાતના દક્ષિણ ભાગમાં તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ ફક્ત 4થી 5 કલાકમાં અમદાવાદ શહેરમાં છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.  

જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં 118 મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈએ, પરંતુ આ વર્ષે હજુ 104 મિલીમીટર વરસાદ ખાબક્યો છે, જેને કારણે હજુ પણ 12 ટકાની ઘટ છે, જોકે હવામાન વિભાગે અગાઉથી આગાહી કરી હતી કે આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ રહેશે અને 106 ટકા જેટલો પડશે, પરંતુ જૂન મહિનાના અંત સુધીમાં વરસાદની ઘટ નોંધાઈ છે.

ગુજરાતમાં વરસાદની સ્થિતિને જોતા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે...ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમથી ગુજરાતમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે...વધુ વરસાદના લીધે વિકટ સ્થિતિ થાય તો તમામ મદદ કરવા માટે તંત્ર સજ્જ છે...ગુજરાતમાં NDRFની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે...ગુજરાતના આઠથી વધુ જિલ્લામાં NDRFની ટીમ તમામ સાધન-સામગ્રી સાથે ખડેપગે છે...ભારે વરસાદ વચ્ચે જનતાને હાલાકી ન પડે તે રીતે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે...ગાંધીનગરમાં 24 કલાક સ્ટેટ કંટ્રોલ રૂમ ધમધમતો રહેશે...

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link