બાપરે...સાપણ નદી ગાંડીતૂર...ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય, અનેક ગામડાંઓ ખતરામાં
ગાંડીતૂર બની છે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આવેલી સાપણ નદી...સતત વરસી રહેલાં અતિ વરસાદને પગલે સાપણ નદીમાં ઘોડાપૂર, મેણ નદીમાં પણ પાણીની આવક શરૂ...
ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થઈ. અતિભારે વરસાદ અને નદીઓમાં પૂરની સ્થિતિને કારણે ગુજરાત પર મોટું જળસંકટ....
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ધુઆંધાર વરસાદને પગલે ગુજરાત પર તોળાઈ રહ્યો છે પૂરનો પ્રકોપ...ગામડાઓ પર પૂરના પ્રકોપનો સૌથી વધુ ખતરો...
અમરેલીનો સૌથી મોટો ખોડિયાર ડેમ ફરી છલકાયો, આસપાસના નીચાળવાળા વિસ્તારોને તંત્રની તાકીદ. જ્યાં જ્યાં અતિભારે વરસાદની સંભાવના છે ત્યાં તંત્ર દ્વારા અપાયું છે રેડ અલર્ટ...
એક સાથે ગુજરાત પર બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના 50થી વધુ ગામડાઓને એલર્ટ કરાયા. ભારે વરસાદ અને નદીઓમ પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જવાની સેવાઈ રહી છે ભીતિ.
આગામી ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કારણ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ રહી શકે છે વરસાદનું જોર...