તમે ક્યારેય નર્મદા ડેમના મહાકાય દરવાજા કેવી રીતે રિપેર થાય છે તે જોયું છે, જોઈ લો PHOTOs માં

Mon, 08 May 2023-10:15 am,

સરદાર સરોવર નર્મદા બંધ ખાતે  આજથી  પ્રિમોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ વર્ષે પણ સારું ચોમાસું જાય અને નર્મદા બંધ 138.68 મીટરની મહત્તમ સપાટી સુધી ભરાય તેવુ પ્લાનિંગ છે. ત્યારે નિગમ દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 

નર્મદા બંધના ઉપરવાસમાંથી 10575 હજાર  ક્યુસેક પાણી આવક થઈ રહી છે. હાલ બંધની જળસપાટી 118 મીટર છે. સરોવર  પણ 2100 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહિત છે. જોકે વરસાદ ઓછો આવે તો પણ ગુજરાત રાજ્યને પીવાનું પાણી પુરુ પાડી શકવા સક્ષમ નર્મદા બંધ છે.   

ચોમાસુ આગામી દિવસોમાં શરૂ થશે એટલે એ પહેલા નર્મદા બંધના 30 રેડિયલ ગેટનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. જે 30X 30 મીટરના ગેટ છે અને 7 ગેટ 30X 26 મીટરના છે. જે સરળતાથી અપ એન્ડ ડાઉન થાય કોઈ ઇમરજન્સીમાં ગેટ ખોલવાનો વારો આવે તો આ અટોમેટિક ગેટ ખુલી શકે એ માટે ખાસ એજન્સી દ્વારા તમામ 30 ગેટોને સર્વિસિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં 30 માંથી 5 ગેટનું કાર્ડિયલ કમ્પાઉન્ડ લિક્વીડ દ્વારા સર્વિસિંગ પુર્ણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તમામ ગેટનું સર્વિસીંગ કરાશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link