અમદાવાદના ઝડપથી વિકસતા વિસ્તારમાં માત્ર 13.50 લાખમાં ફ્લેટ! બેંક કરશે ઈ-હરાજી

Thu, 04 Apr 2024-1:14 pm,

Property at Ahmedabad: દરેકના મનમાં ઘરનું ઘર વસાવવાની ઈચ્છા હોય છે. પરંતુ વધતી જતી મોંઘવારી એની ઈચ્છાને દબાવી રાખે છે. પણ અહીં અમે તમારા માટે લઈને આવ્યાં છીએ આ સમસ્યાનું સમાધાન. જાણો...

 

તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત...

35, 40, કે 45 લાખથી નીચે અમદાવાદમાં હાલ મોટે ભાગે ક્યાંય ફ્લેટ મળતા નથી. એવામાં અમદાવાદના એક વિસ્તારમાં તમને એકદમ કાયદેસર રીતે ફ્લેટ મળી શકે છે માત્ર 13.50 લાખ રૂપિયામાં. જીહાં, તમને કદાચ વિશ્વાસ નહીં થાય પણ આ હકીકત છે.

બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે. જો તમે પણ આ અંગે અવગત હોવ અથવા આ અંગેની જાણકારી રાખતા હશો તો તમને પણ સાવ સસ્તામાં ઘર મળી જશે.

અમદાવાદના ખુબ જાણીતા વિસ્તારમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. 

મેગાસીટી અમદાવાદના ડેવલપિંગ વિસ્તારમાં Bank of Baroda દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલો છે આ વિસ્તાર. વિસ્તારનું નામ છે વસ્ત્રાલ. વસ્ત્રાલ હાલ ખુબ ઝડપથી વિકસી રહ્યો છે. રીંગ રોડ ટચ વિસ્તારમાં તમને મળી શકે છે માત્ર 13.50 લાખ રૂપિયામાં શાનદાર ફ્લેટ. 

અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,35,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે. ઇ-હરાજીની તારીખ 03 મે 2024 શુક્રવારે બપોરે 02.00 કલાકથી બપોરે 6 કલાક સુધીની રાખવામાં આવી છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ તસવીરો પ્રતિકાત્મક છે.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link