ગુજરાતના આ 3 શહેરોમાં ભેદી તાવ બની રહ્યો છે મોતનું કારણ! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય દિવસો કરતા ચોમાસામાં ભેજવાળા વાતાવરણને લીધે રોગચાળાનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી મચ્છર જન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું છે. એમાંય ખાસ કરીને ડેન્ગ્યુ હવે દાનવ બનીને લોકોના મોતનુ કારણ બની રહ્યો છે. હાલ અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિત વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
એમાંય ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રાઈવેટ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. તંત્ર દ્વારા પણ લોકોને સતર્ક રહેવા અને ઘરમાંની આસપાસ સફાઈ રાખવા તાકીદ કરાઈ છે. કારણકે, મચ્છરોના ઉપદ્રવને કારણે જ ડેન્ગ્યુ થાય છે. અમદાવાદ ઉપરાંત સુરત અને રાજકોટમાં પણ ડેન્ગ્યુએ કહેર વર્તાવ્યો છે. સુરતમાં ભેદી તાવને કારણે એક 35 વર્ષિય યુવાનનું મોત નિપજતા હડકંપ મચી ગયો છે.
સુરતમાં સામાન્ય તાવની અસર બાદ વ્યક્તિને તકલીફ વધવા લાગી હતી. તાવના કારણે 35 વર્ષના યુવાનનું મૃત્યુ છે. સુરતમાં વધતા રોગચાળા વચ્ચે સિવિલમાં દર્દીની લાઈનો જોવા મળી રહી છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા દર્દીઓ. શરદી, ખાંસી અને તાવના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. બે મહિનામાં તાવના શંકાસ્પદ 16 હજાર કેસ નોંધાયા છે. ઓગસ્ટ અને સપ્ટેબરમાં મેલેરિયાના 85 કેસ તેમજ ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા. રોગચાળો વધતા સુરત પાલિકાની 686 ટીમ સર્વેમાં જોડાઈ. ઓગસ્ટમાં 26 લાખ ઘરમાં કરવામાં આવ્યો સર્વે, જેમાંથી 66 હજાર ઘરમાં બ્રીડિંગ મળી આવ્યા. સપ્ટેમ્બરમાં 13 લાખ ઘરમાં કરાયો સર્વે, 4500 જગ્યાએ બ્રીડિંગ મળ્યા. બે મહિનામાં 39 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. બ્રીડિંગ મળતા 9 હજાર લોકોને નોટિસ અપાઈ.
રાજકોટમાં રોગચાળો વકરતા RMC હરકતમાં મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા ફોગિંગ કરાયું ફોગિંગ અને પોરાના નાશની કામગીરી શરૂ કરાઈ ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયાના કેસમાં થયો છે વધારો રાજકોટમાં ડેન્ગ્યૂના 29 કેસ, ટાઈફોઈડના 5 કેસ, મલેરિયાના 2 કેસ, ચિકનગુનિયાનો 1 કેસ સામાન્ય તાવના 739 અને વાયરલના 1239 કેસ નોંધાયા
નિષ્ણાતોના મતે ડેન્ગ્યુ એ વાઇરસજન્ય રોગ છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે તે DENV 1, DENV 2, DENV 3 કે DENV 4 આ ચાર પ્રકારના વાઇરસમાંથી કોઈ પણ એકનો ચેપ લાગવાથી થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના તારણ પ્રમાણે અમેરિકા, દક્ષિણપૂર્વ એશિયા તથા અમેરિકાના 100 જેટલા દેશોમાં તે જોવા મળે છે.
નિષ્ણાતોના મતે ડેન્ગ્યુ વાઇરસનો ચેપ એડીસ એજીપ્ટી નામના માદા મચ્છરના ડંખથી માણસોને લાગે છે. એડીસ એજીપ્ટી જ્યાં ભરાયેલું હોય તેવું પણ સ્વચ્છ પાણી એટલે કે સ્થિર હોય તેવા ચોખ્ખાં પાણીમાં થાય છે. નેશનલ વૅક્ટર બૉર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ તેને અટકાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવે છે.
ચેપી મચ્છર માણસને કરડે તેના પછીના પાંચથી છ દિવસમાં માણસોમાં ડેન્ગ્યુ વાઇરસનાં લક્ષણો દેખાવાનું શરૂ થાય છે. છ થી સાત દિવસ સુધી સતત તાવ આવે છે, સતત માથું દુખે, શરીર તૂટે એટલે કે ખૂબ દુખાવો અનુભવાય, સાંધા દુખે અને જો ડેન્ગ્યુને કારણે શરીરમાં આંતરિક હાનિ પહોંચવાનું શરૂ થાય ત્યારે ઝાડાં ઊલટી શરૂ થાય છે. અને તે કાબુમાં નથી આવતા. કેટલાક કિસ્સામાં આંતરિક રક્તસ્ત્રાવને કારણે શરીર પર લાલ ચાઠાં પડે અને ખંજવાળ આવે છે.