Picnic Spot: ગજબનું ગાર્ડન! અહીં આવેલી છે દુનિયાની સાત અજાયબીઓ, આ છે ગુજરાતનું સૌથી મોટું એડવેન્ચર પાર્ક

Fri, 28 Oct 2022-12:13 pm,

ગુજરાતનું સૌથી મોટું એડવેન્ચર પાર્ક એટલે-તિરુપતી ઋષિવન: દિવાળીનું વેકેશન હોય કે ઉનાળાની રજાઓ, તહેવાર હોય કે વીક એન્ડ અહીં હંમેશા રહે છે પ્રવાસીઓની ભીડ. અમદાવાદ નજીકનું આ સ્થળ છે પીકનીક માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન. સાબરકાંઠા જિલ્લામાં આવેલાં હિંમતનગરમાં સાબરમતીના કિનારે આવેલો તિરુપતી ઋષિવન એડવેન્ચર પાર્ક બાળકો માટે ખાસ છે. 

વિજાપુર-હિંમતનગર રોડ પર આવેલાં દેરોલ ખાતે આવેલું તિરુપતિ ઋષિવન અમદાવાદથી આશરે 75 કિલો મીટરના અંતરે આવેલું છે. અંદાજે 150 એકર કરતા વધારે વિસ્તારમાં ફેલાયેલો આ અમ્યુઝમેન્ટ પાર્ક  ગુજરાતનો સૌથી મોટો રિસોર્ટ અને એડવેન્ચર પાર્ક પણ ગણાય છે. 

તમે અહીં કપલ એક્ટિવીટી, કિડ્સ એક્ટીવીટી, બેમિંગ ઝોન, જંગલ સફારી, આર્ચરી, વોટરપાર્કમાં 25થી પણ વધારે રાઈડ્સની મજા અને 6ડી થિએટરની મજા પણ માણી શકો છો. આ એડવેન્ચર પાર્કમાં ફર્યા બાદ તમે સેવન વન્ડર્સ ઓફ વર્લ્ડનો અનુભવ પણ માણી શકો છો. 

અહીં તમને તાજમહેલ, એફીલ ટાવર અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સહિતની દુનિયાની સાતેય અજાયબીઓની રેપ્લીકા જોવા મળશે. અહીંના શહીદ ગાર્ડનમાં તમને દેશ માટે શહાદત વહોરનારા વીરોની કૃતિઓના પણ દર્શન થશે. 

અહીં ફરવા માટેનો સમય સવારે 8 વાગ્યાથી સાંજે 6:30 સુધીનો છે. આ સમય દરમિયાન તમે આખો દિવસ અહી રહી શકો છો. અહી એન્ટ્રી ફી લેવામાં આવે છે. આ એડવેન્ચ પાર્ક એટલું વિશાળ છેકે, સવારથી સાંજ સુધી પરિવાર કે મિત્રો સાથે મોજ-મસ્તી કરવામાં તમારો સમય ક્યાં પસાર થઈ જશે તેની તમને ખબર પણ નહીં પડે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link