બર્થ માર્ક જોવા યુવતીને કપડાં ઉતારવા કહ્યું, અમદાવાદી યુવતી સાથે સોશિયલ મીડિયા પર જે બન્યું...!

Tue, 29 Oct 2024-9:02 pm,

ઝી બ્યૂરો, અમદાવાદઃ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટેલિગ્રામ અને વીડિયો કોલિંગ સહિતના અલગ અલગ માધ્યમ હવે તમારા માટે સેફ રહ્યા નથી. આ માધ્યમો મારફતે ગઠિયાઓ તમારી પાસે પૈસા પડાવવાના વિવિધ પેતરા અજમાવી રહ્યાં છે. જોજો તમે આવી કોઈ જ ભોળવણમાં ના ભરાઈ જતા...અમદાવાદની એક યુવતી હાલ આવી જ એક ગઠિયા ગેંગનો શિકાર બની હતી.

અમદાવાદ શહેરમાં વધુ એક યુવતી ડિજિટલ અરેસ્ટનો ભોગ બની છે. નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસે રહેતી યુવતીને 15મી ઓક્ટોબરના દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેણે થાઈલેન્ડ મોકલાવેલ પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે. ત્યારબાદ બીજો ફોન કરી યુવતીને યેનકેન પ્રકારે ડરાવી ધમકાવીને જુદી જુદી એજન્સીઓના બનાવટી કાગળો બતાવ્યા હતા અને ફરિયાદીની વિગતોની પીડીએફ ફાઈલ પણ મોકલી આપી હતી. બાદમાં તેના બેંક એકાઉન્ટમાં રહેલ રૂપિયા આરબીઆઈમાં જમા કરાવવા પડશે. વેરિફિકેશન બાદ રૂપિયા પરત મળશે તેમ કહીને બેંક એકાઉન્ટમાં જમા રૂપિયા તેમજ પર્સનલ લોન એમ કુલ રૂપિયા 4 લાખ 92 હજાર પડાવી લીધા હતા.

રૂપિયા પડાવી લીધા બાદ યુવતીને બર્થ માર્ક જાણવા માટે કપડાં ઉતારવા માટે પણ કહ્યું હતું. જોકે યુવતીએ સ્પષ્ટ ના કહી દીધી હતી. એટલું જ નહીં આરોપીઓએ યુવતીના પાડોશીને વિડીયો કોલમાં બોલાવીને તેમણે આ યુવતી સાથે ડિજિટલ એરેસ્ટના નામે છેતરપિંડી કરી હોવાની જાણ કરી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ યુવતી નારણપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી.

પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબરની વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને સફળતા મળતા ગણતરીના દિવસોમાં ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, સહિત અલગ અલગ રાજ્યોના 12 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આરોપીઓ પાસેથી પોલીસે 2 લેપટોપ, 17 મોબાઈલ, 11 ચેકબૂક, 8 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચાઈનીઝ હેન્ડલરો ટેલીગ્રામ મારફતે અલગ અલગ ચેનલ બનાવી તેમાં સભ્યોને એડ કરી લોભામણી જાહેરાતો આપી તગડું કમિશન કે ઊંચા પગાર આપવાની લાલચ આપીને બેંક એકાઉન્ટ મેળવી જેમાં ફ્રોડના રૂપિયા ડિપોઝિટ કરાવે છે. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આ ગેંગના મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે.  

શહેરની યુવતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા 4 લાખ 92 હજાર પડાવી લેનાર ગેંગના 12 આરોપીઓની અમદાવાદ શહેરની નારણપુરા પોલીસની ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ સમગ્ર દેશમાં અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની આશંકા છે. જોકે આ બનાવમાં મહત્વની બાબત એ સામે આવી છે કે રૂપિયા પડાવી લીધા બાદ યુવતીના પાડોશીને વીડિયો કોલમાં બોલાવીને તેની સાથે છેતરપિંડી કરી હોવાની જાણ કરી. તમારી પાસે પણ આવા કોઈ ગઠિયાઓનો કોલ કે મેસેજ આવે તો ચેતતા રહેજો...  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link