અંબાલાલની નવી આગાહી વધારશે ગુજરાતીઓની ચિંતા! ફરી ખાડીમાં શરૂ થયો ખળભળાટ, કંઈક મોટું થશે
Gujarat Weatther Update: ચોમાસુ ગયુ અને હવે શિયાળાનું આગમન થઈ ચુક્યું છે. જોકે, તેમ છતાં હજુ કેટલાંક ઠેકાણે અચાનક વરસાદ આવી જાય છે. ત્યારે બપોરથી સાંજ સુધી ઉનાળા જેવી ગરમી અને ઉકળાટનો અહેસાસ થાય છે. એવામાં આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી ગુજરાતીઓની ચિંતા વધારી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છેકે, ફરી એકવાર ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. આ માત્ર શક્યતા છે, પરંતુ તૈયારી પુરી રાખવી પડશે.
બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં સર્જાશે મોટી ખાનાખરાબી! અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. તા. 10 નવેમ્બરથી 14 નવેમ્બર દરમ્યાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાવાની શક્યતાઓ છે. તેમજ આ ડિપ્રેશનથી વાવાઝોડું પણ આવવાની શક્યતા રહેશે.અંબાલાલે કહ્યું કે, 22 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. 19થી 22 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે જે માવઠું લાવી શકે છે. આગાહી પ્રમાણે 7 થી 14 અને 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવવાની શક્યતાઓ છે. ત્યારે આવતા મહિને ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતાઓ છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે ઠંડીનો ચમકારો વધારે રહેશે. જેને પગલે ગુજરાતીઓએ આ વખતે વધારે પડતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે કહ્યું કે, 10થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિસ્પ્રેશન બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિસ્પ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે. 18થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે. ગુરુવારે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ છે. ડીસામાં 39.1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 19.5 તાપમાન નોંધાયું છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં બદલાવ આવ્યો છે. હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે.
બંગાળની ખાડીમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન! બંગાળની ખાડીની દક્ષિણ પશ્ચિમમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જે હવે સમુદ્રની સપાટીથી 3.6 કિમી ઉપર સુધી ફેલાયું છે. તેના પ્રભાવથી બંગાળની ખાડી પર આગામી કેટલાક કલાકોમાં લો પ્રેશર એરિયા બને તેવી શક્યતા છે. આગામી બે દિવસ સુધીમાં તે તમિલનાડુ અને શ્રીલંકાના કાંઠા વિસ્તારો તરફ આગળ વધે તેવા એંધાણ છે. જેનાથી અનેક રાજ્યોમાં તેજ તોફાન સાથે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આગામી સપ્તાહમાં દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહે, આંધ્રપ્રદેશ, રાયલસીમામાં 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી વરસાદની સંભાવના છે. જેના કારણે રાજ્યોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, રવિવારે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વરસાદની સંભાવના છે. આ વચ્ચે બંગાળની ખાડીમાં વાવાઝોડું પેદા થયું છે. જેની અસર ક્યાં ક્યાં થશે તે જોઈએ.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, રાયલસીમા, કેરળ અને માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ કર્ણાટક સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણમાં વધારો થયો છે. IMD અનુસાર, દેશના ઘણા રાજ્યોમાં 7 થી 10 નવેમ્બર સુધી વરસાદની સંભાવના છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન બાંગ્લાદેશ પર સ્થિત છે એક ચક્રવાતી પરિભ્રમણ બાંગ્લાદેશ પર સ્થિત છે. અરબી સમુદ્રના મધ્ય ભાગમાં વધુ એક સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. અન્ય ચક્રવાતી પરિભ્રમણ મન્નરના અખાત અને તેની નજીકના શ્રીલંકાના દરિયાકાંઠે સ્થિત છે, જે સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. બંગાળની ખાડીના મધ્ય ભાગમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. બંગાળની ખાડીના દક્ષિણ ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ છવાઈ શકે છે. પહાડોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. વરસાદને પગલે દેશના અન્ય રાજ્યોમાં ઠંડી અનુભવાઈ શકે છે.