ચોમાસામાં વાવણી પહેલાં કેવી રીતે તૈયાર કરવી જમીન? ખેડૂતોએ કઈ 3 વસ્તુઓનું રાખવું જોઈએ ખાસ ધ્યાન

Mon, 01 Jul 2024-4:09 pm,

Agriculture News: કૃષિ નિષ્ણાતો અને વર્ષોથી ખેતી કરતા ખેડૂતોની માનીએ તો મે મહિનાની શરૂઆતમાં ટ્રૅક્ટરથી ખેડ કરી ખેતરમાં છાણીયું ખાતર નાંખવું જોઈએ. આવું કરવાથી ખેતીની જમીન પહેલાં કરતા વધારે ફળદ્રુપ થાય. જમીન ફળદ્રુપ હોય તો ઉત્પાદન પણ સારું થાય છે.   

ચોમાસાની ઋતુ આવી પહોંચી છે અને ખેડૂતો વાવણીની તૈયારીઓમાં લાગી ગયા છે. પરંતુ જો ચોમાસા પહેલાં જમીનને પાક માટે તૈયાર કરવામાં આવે તો ઉત્પાદન વધુ સારું થાય છે.  હવે ખરીફ ઋતુના પાકની વાવણી શરૂ થશે. 

ગુજરાતમાં ખરીફ પાકમાં કઠોળ, કપાસ, મગફળી, એરંડો, તલ, બાજરી, વગેરે ઉગાડવામાં આવે છે. ચોમાસું બેસતાં પહેલાં ત્રણ વસ્તુ કરવી અગત્યની છે, જેથી વાવણી પહેલાં જમીન તૈયાર થઇ શકે.

ખેડૂતોએ આ 10 બાબતોનું પણ રાખવું જોઈએ ધ્યાનઃ 1) લીલું ખાતર જરૂર હોય તો નાખી શકાય. 2) ડાંગરના પાક માટે જો નર્સરી ઊભી ન હોય તો અંકુરિત બિયારણનો ઉપયોગ કરવો જોઈએ. 3) ચોમાસા પહેલાં કચરો અને નિંદામણ વીણીને સાફ કરવું જોઈએ. 4) જો જરૂર હોય તો પાણીમાં જીપ્સમ ઉમેરી શકાય. જીપ્સમથી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધે છે. 5) ખેડૂતો નફો મેળવવા માટે પાકને મિશ્રણ કરીને વાવી શકે છે. 6) સમયસર આંતર-સંવર્ધન કરીને અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ભેજનું સંરક્ષણ કરી શકાય. 7) આના સિવાય, વરસાદનું પાણી વેડફાય નહિ તે માટે તૂટેલી પાળ બાંધી દેવી જોઈએ.  8) આમ તો ખરીફ પાકને પાણીની અછત રહેતી નથી પરંતુ, ઘણીવાર વરસાદ ઓછો પડે છે, તેથી તેથી પાણીનો સંગ્રહ કરવો. 9) ચોમાસું શરુ થતાં પહેલાં જ પાણીનો સંગ્રહ કરવા માટે કૂવો અથવા ટાંકી અથવા તલાવડી બનાવી શકાય. 10) ખરીફ પાક માટે ગુજરાત સરકાર અનુસાર, જો ખેતર ઢાળ પર હોય તો ખેડૂતોએ વિવિધ પાકો માટે જુદી જુદી પંક્તિઓ ગોઠવવી જોઈએ.  

1) પહેલું, જમીનની અંદર જે જીવાત હોય તેના નાશ માટે ઊંડી ખેડ કરવી જોઈએ. આમ કરવાથી જીવાત નાશ પામશે.  

2) બીજું, ખેડ કરીને જમીનને ઉનાળામાં તપાવવી જોઈએ. જેથી કરીને જીવાતો નાશ પામે અને પવનથી ઓર્ગેનિક પદાર્થો જમીનમાં જાય અને જમીનની ગુણવત્તા સુધરે.

3) ત્રીજું, વરસાદ આવે તે પહેલાં છાણીયું ખાતર જમીનમાં નાખવું જોઈએ. જેથી કરીને વાવણી પહેલાં જમીનની ગુણવત્તામાં વધારો થાય.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link