ગુજરાતમાં આ જગ્યાએ બનશે વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ

Sun, 30 Jul 2023-4:14 pm,

નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષની ખાસિયતો: -કોમ્પલેક્ષમાં 14 જેટલી ગેલેરી અને સંગ્રહાલયનું નિર્માણ -લોથલના ઇતિહાસથી મુલાકાતીઓને કરાવશે પરિચય -કોમ્પલેક્ષમાં બની રહેલું 77 મીટર ઊંચું વિશ્વનું સૌથી મોટું લાઈટ હાઉસ મ્યુઝિયમ -ભવ્ય નેવી ગેલેરીની રચના: INS નિશાંક, સી હેરિયર જેટ્સ અને નેવી ચોપર્સનું પ્રદર્શન -લોથલની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતા નગરનું નિર્માણ -વિશ્વકક્ષાનું એડવેન્ચર અને એમ્યુઝમેન્ટ પાર્ક -મેરીટાઈમ રિસર્ચ ઇન્સ્ટિટયૂટની રચના -કોમ્પલેક્ષમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જળમાર્ગની રચના

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ માર્ગદર્શન હેઠળ, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ (NMHC)નું ગુજરાતના અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. લોથલ ખાતેનું  ડોક્યાર્ડ વિશ્વનું સૌપ્રથમ માનવસર્જિત ડોકયાર્ડ છે જેને આજથી આશરે 5000 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. ભારત દેશના મેરીટાઈમ ઇતિહાસ અને ટેકનોક્રાફ્ટના મિશ્રણ સાથે તૈયાર થનારુ આ હેરિટેજ કોમ્પ્લેક્ષ લોકો માટે એક દર્શનીય સ્થળ ઉપરાંત અભ્યાસ માટેનો અનુભવ બનશે.

પુરાતત્વીય ખોદકામથી ઐતિહાસિક પ્રાસંગિકતાના અનેક સ્થળો મળી આવ્યા છે. ભારતના ગૌરવ સમાન આ કેન્દ્રોમાં ધોળાવીરા અને લોથલનો પણ સમાવેશ થાય છે.  પ્રાચીન સમયમાં લોથલ, ભારતની સમુદ્રી ક્ષમતાનું સમૃદ્ધ કેન્દ્ર હતું. લોથલમાંથી ખોદકામ દરમિયાન મળેલા શહેરો, બંદરો અને બજારોના અવશેષોના શહેરી આયોજનમાંથી આજે ઘણું શીખી શકાય તેમ છે. આવા ‘લોથલ’ ખાતે ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’(NMHC) આકાર પામી રહ્યું છે. રૂપિયા ૪,૫૦૦ હજાર કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ કોમ્પલેક્ષમાં બનનારુ મ્યુઝિયમ’ માનવ સભ્યતાની પાપા પગલીનું સાક્ષી બનશે.  

૪૦૦ એકરના વિસ્તારમાં બની રહેલું આ મ્યુઝિયમ લોથલની આસપાસના  સમગ્ર ભાલ પ્રદેશની અર્થવ્યવસ્થાના વિકાસ સાથે હજારો લોકો માટે રોજગારીની અનેક તકોનું સર્જન કરશે.

મ્યુઝિમયમાં વિશ્વનું સૌથી ઊંચું ‘લાઇટ હાઉસ’ મ્યુઝિયમ, વિશ્વની  સૌથી મોટી ‘ઓપન એક્વેટીક ગેલેરી’  ભારતનું સૌથીં ભવ્ય ‘નેવલ મ્યુઝિયમ’ અહીંનુ વિશેષ આકર્ષણ બનશે...

રૂપિયા ૪,૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારુ ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’(NMHC) માનવ સભ્યતાની પાપા પગલીનું સાક્ષી ઉપરાંત એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ પણ બનશે.

આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ બનાવવામાં આવી રહેલું આ હેરિટેજ કોમ્પલેક્ષ પ્રદર્શિત કરશે લોથલનો ૫ હજાર વર્ષ કરતાં વધારે જૂનો ઇતિહાસ.

વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં બનશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link