આ દ્રશ્યો જોશો તો પિત્ઝા ખાવાની ખો ભૂલી જશો! અમદાવાદના જાણીતા પિત્ઝા હાઉસની ગંદકીનો પર્દાફાશ

Fri, 14 Jul 2023-2:30 pm,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફટી ઓફિસર  મહેન્દ્ર પટેલે જણાવ્યુંકે, ચોમાસામાં રોગચાળો વધવાની આશંકાએ અમદાવાદમાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગ સક્રિય થયું છે.

હેલ્થ ફ્લાયિંગ સ્ક્વોડ દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે. ખાણીપીણીની દુકાનો અને સ્ટોરમાં તપાસ હાથ ધરાઈ છે.

એકમોમાં સ્વ્ચ્છતા, ખાદ્યપદાર્થોની ગુણવત્તા સહિતના મુદ્દે જુદી જુદી ટીમોની તપાસ ચાલી રહી છે. વિવિધ ખાદ્ય ચીજોના નમૂના લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે.

અત્યાધુનિક સાધનો અને કેમિકલની મદદથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ પકડી શકાય છે. તેથી તંત્ર દ્વારા આવી આધુનિક ટેકનોલોજીની મદદ લઈને શહેરીજનોના આરોગ્ય સાથે થતા ચેડાને અટકાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આમાં જવાબદારો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ તપાસ અભિયાનમાં amc દ્વારા મોબાઈલ ટેસ્ટિંગ વાનનો પણ ખાસ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાનમાં રાખેલી મેજીક બોક્ષ કીટ થકી સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link