ગુજરાતના આ 10 જિલ્લાઓમાં આભ ફાટશે! તુક્કો નથી, હવામાન વિભાગે આપી દીધી છે છેલ્લી ચેતવણી

Thu, 05 Sep 2024-8:55 am,

એક બે નહીં આજે ગુજરાતના 10 થી વધારે જિલ્લાઓ પર તોળાઈ રહ્યું છે ભારેથી અતિભારે વરસાદનું સંકટ...વરસાદી સંકટને કારણે તંત્ર દ્વારા અત્યારથી જ ટીમો કરાઈ છે અલર્ટ. 

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો! આ વિસ્તારો પર ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય. આગામી પાંચ દિવસ ગુજરાત પર રહેશે ભારે વરસાદનું સંકંટ.

સપ્ટેમ્બર માસ દરમિયાન સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જોકે, ઓગસ્ટની સરખામણીએ જોર ઘટશે.

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આવવાનો છે. બનાસકાંઠા અને પાટણના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન સહિત ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. 

ઑગસ્ટની અતિવૃષ્ટિએ ગુજરાતના ખેડૂતોને બરબાદ કર્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખેતી પાકો ઉપરાંત શાકભાજી અને બાગાયત પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે. સપ્ટેમ્બરમાં પણ વરસાદ વિનાશ વેરશે. ઉલ્લેખનીય છે કે હાલ વરસાદનું જોર ઘટ્યું છે. જો કે સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની અન્ય ત્રણ સિસ્ટમ વરસાદ લાવી રહી છે. 

સુરતના ઓલપાડ અને માંગરોળમાં કીમ નદીના પાણીએ લોકોના હાલ બેહાલ કર્યા છે. કીમ નદીના તાંડવનો જુઓ આકાશી નજરો..ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદી બે કાંઠે વહેતા સર્વત્ર તારાજી સર્જાઈ છે. કોસંબાથી કીમને જોડતો રસ્તો પણ પાણીમાં ડૂબી ગયો છે. તો અનેક ગામમાં કીમ નદીના પાણી ઘૂસી જતા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતના બોલાવ ગામ કીમના પાણીથી સૌથી વધુ પ્રભાવિત છે. કીમ નદીના પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે. બોલાવના આદિવાસી વસાહત, આહીર ફળિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. કીમમાં આવેલુ પૂર ગરીબ પરિવારો માટે આફત લાવ્યું છે. ગામની સંભાળ લેવા કોઈ આગેવાન ન આવતા લોકોમાં ભારે રોષ છે.  

ભરૂચમાં નર્મદા નદીની જળસપાટી 20 ફૂટને પાર પહોંચી છે. ભરૂચમાં ગોલ્ડન બ્રિજે નર્મદા નદી ફરી વોર્નિંગ લેવલ વટાવવા તરફ પહોંચતા નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમમાંથી 2 લાખ 45 હજાર ક્યુસેક જેટલું પાણી છોડાતા નદીની જળસપાટી વોર્નિગ લેવલ સુધી પહોંચી ગઈ છે. સુરતની તાપી નદીમાંથી 1 લાખ 48 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, તાપી નદી બે કાંઠે વહેતા નદી કાઠે રહેતા લોકોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદથી નદી-નાળા અને ચેકડેમ છલકાઈ ગયા.

ગુજરાતના ત્રીજા સૌથી મોટા કડાણા ડેમના 10 ગેટ 5 ફૂટ ખોલી 1 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે...કડાણાં ડેમમાં ઉપરવાસમાંથી પાણીનું પ્રમાણ વધતા પાણી છોડવામાં આવતાં મહીસાગર નદી બે કાંઠે વહેતી થઇ છે...નીચાણવાળા વિસ્તારના 106 ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે...

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link