ગુજરાતમાં ખેતીની જમીનના ખરીદ-વેચાણનો બદલાશે કાયદો, જાણો ખેડૂતોને ફાયદો થશે કે નુકસાન

Wed, 22 May 2024-2:18 pm,

હાલમાં જે રીતે બોનાફાઈડ પરપઝ સર્ટીફિકેટમાં બિનખેતી વિષયક પ્રવૃત્તિ શરૂ કરવા જે રીતે સમયાવધિ છે તે હયાત રહશે. કમિટીએ જમીન મિલકત સંલગ્ન (Ora હેઠળની તમામ ઓનલાઈન સેવાઓમાં મહત્તમ સરળીકરણના પ્રસ્તાવ તૈયાર કર્યા છે. લોકસભા ચૂંટણી બાદ મીણા કમિટીનો રિપોર્ટ સરકારને સોંપાયા બાદ મહેસૂલી કાયદાઓમાં સુધારવા અંગે નિર્ણય લેવાશે.

હાલ જે જન્મથી ખેડૂત હોય એ જ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે છે. આ પરિસ્થિતિને કારણે ટાઉન પ્લાનિંગ, ઔધોગિક વિકાસ કે અન્ય બિનખેતી વિષયક પ્રવૃત્તિ માટે બિનખેડૂત ઉધમીને કલમ- 63 AA અને 65. ખ હેઠળ પ્રક્રિયા અનુસરીને ખેતીની જમીન ખરીદી તેને બિનખેતીમાં રૂપાંતરણ કરાવવી પડે છે. જેમાં લાંબો સમય વ્યથિત થાય છે. ઔધોગિક વિકાસ માટે જો કોઈ વ્યક્તિ જમીન ખરીદવા માંગતુ હોય અને બીજી તરફ ખેડૂત વૈચાણ કરવા માગતો હોય તો પણ તે વૈયાણ થઈ શકતી નથી. વર્તમાન સ્થિતિને કારણે આ પરિસ્થિતિ ઉભી થાય છે.

રાજ્યમાં ઔધોગિક વિકાસને વેગ આપવા સરકાર કરવા જઈ રહી છે કાયદામાં ફેરફાર ગુજરાત સરકાર આગામી ટૂંક સમથમાં જ્યાં શહેરી વિકાસ કે ઔધોગિક વિકાસ માટે ટાઉન પ્લાનિંગ- 1P, ઝોનિંગનો ઈરાદો જાહેર થયો હોય ત્યાં બિનખેડૂત વ્યક્તિ સીધી જ ખેતીની જમીન ખરીદી શકે તે દિશામાં મહેસૂલી કાયદાઓમાં ફેરફાર કરવા આગળ વધી રહી છે. હાલ નિવૃત્ત આઈએએસ અધિકારીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય કમિટી આ અંગે સંશોધન કરી રહી છે.

આ સંદર્ભમાં સરકારમાં અનેક વખતે કશુક કરવાની રજૂઆતો થઈ છે. આ વખતે સરકારે પણ કોઈ ઠોસ પગલા ભરવાનુ મન બનાવી લીધુ છે. જેથી સરકારે ત્રણથી ચાર મહિના પહેલા જ નિવૃત્ત મહેસુલ સચિવ સી એલ મીનાના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે. હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે. જિલ્લાના અધિકારીઓ પાસેથી મીના ફીડબેક લઈ રહ્યાં છે. કઈ કઈ કલમો વધારે કડક છે. તેમાં હવે કેવા ફેરફારો કઈ શકાય, હાલમાં જૂની શરતની જમીનની નવી શરતમાં ફેરફાર માટે કેટલી અરજીઓ આવી રહી છે, તેમાં શું અને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે, તેને કઈ રીતે ઘટાડી શકાય તેની સમીક્ષા કરાઈ રહી છે.

ખેતીની જમીન સંબંધે સ્વાધીનતા પહેલાં અને પછી વિચારાયેલી નીતિમાં ત્રણ બાબતો મુખ્ય હતી : (1) મધ્યસ્થીઓનાં હિતોવાળા જમીનધારણના પ્રકારો નાબૂદ કરી બધા ખાતેદારોને રાજ્ય સાથેના સીધા કબજેદારો બનાવવા; (2) શોષણ પર આધારિત કે શોષણને પ્રોત્સાહિત કરતી ગણોતપ્રથા નાબૂદ કરવી અથવા તેનું નિયમન કરવું અને (3) એક ખેડૂત કુટુંબ ખેતીની વધુમાં વધુ કેટલી જમીનની માલિકી ધરાવી શકે તેનું પ્રમાણ નક્કી કરવું એટલે કે જમીનધારણની ટોચમર્યાદા નિર્ધારિત કરવી.

રાજ્યની અંદર અલગ અલગ ક્ષેત્રોમાંથી ખેડૂતવર્ગમાં થતુ સ્થળાંતર અને આર્થિક પ્રવૃત્તિઓમાં આવેલા બદલાવને કારણે ખેતીની જમીન ખરીદીને તબડકે મહેસૂલી તંત્રમાં ખેડૂત ખરાઈનું પ્રમાણ વધ્યું છે. કોઈ બિનખેડૂત કે પછી ખોટી રીતે ખેડૂતનું સ્ટેટ્સ મેળવનાર વ્યક્તિ ખેતીની જમીન ખરીદી ન લે તે ઉદેરાવી ચાલતી આ વ્યવસ્થામાં અરજદાર ખેડૂતની પાસેથી છેક સને 1950-51થી પુરાવા માગવામાં આવે છે. એટલે કે અરજઘરના પિતા, પૂર્વજો મૂળ ખેડૂત હતા કે કેમ ? હતા તો ગણોત કે અન્ય કેઈ રીતે ખેતીની જમીન તેમને ઉપલબ્ધ થઈ તેની ચકાસણી થાય છે.

ચોથો ઑક્ટોબર 2023ના રોજ સ્યાયેલી જમીન સુધારણા કાયદાઓ પરત્વે તજજ્ઞોની કમિટીમાં મીણા ઉપરાંત રિટાવર્ડ IAS એમ.બી પરમાર, રિટાયર્ડ સંયુક્ત સચિવ સી.એસ.ઉપાધ્યાય અને જમીન સુધારણા પ્રભાણના સચિવ પી સ્વરૂપની અત્યાર સુધીમાં અસંખ્ય વખત બેઠકો મળી ચૂકી છે. આ મામલે લોકસભાની ચૂંટણી બાદ કોઈ નિર્ણય આવી શકે છે. 

ઔધોગિત વિકાસના હેતુસર બિનખેડૂત પોતે ખેતીની જમીન ખરીદી શકરો, ખેતીની જમીન પર ઔધોગિક વિકાસ કરશે પણ તેને ખેડૂત તરીકેની ઓળખ ખેડૂત તરીકેનું સ્ટેટ નહીં મળે. સભવિત સુધારાથી ખેતીની જમીન ખરીદનારા બિનખેડૂત વ્યક્તિને 'ખેડૂતનું સ્ટેટ્સ મળવાનું નથી એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અને કાયદામાં સુધારા અંગે કામ કરી રહેલી મીણા કમિટીએ પોતે આ સ્પિોર્ટ આપ્યો છે. ખેતીની જમીન ખરીદવા માટે તમારે પણ તેના કાયદા સંદર્ભની એક એક જીણી જીણી વાત પણ જાણી લેવી જોઈએ.ગુજરાતના મહેસૂલ વભાગ દ્વારા ખેતીની જમીનના કાયદામાં થશે મોટા ફેરફારો. અત્યારે કાયદો એવો છેકે, જો તમે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માંગતા હોવ તો તમારો જન્મ એક ખેડૂત તરીકે થયો હોવો જોઈએ. અર્થાત: જન્મે ખેડૂત હોવ તો જ તમે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકો છો. જોકે, હવે આ કાયદામાં થવા જઈ રહ્યો છે મોટો ફેરબદલ. હવે ખેતીની જમીન ખરીદવા માટે ખેડૂત હોવું અનિવાર્ય નહીં રહે. હવે બિનખેડૂત પણ ખરીદી શકશે ખેતીવાડીની જમીન.

મહેસૂલ વિભાગમાં IORA તંત્રમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં દરરોજ આવા 1,900થી 2,100 જેટલા કેસ આવે છે. રિટાર્યડ IAS સી.એલ. મીણાના અધ્યક્ષપદે રચાયેલી મીન સુધારણા કાયદાઓ પરત્વે તજજ્ઞોની કમિટી ખેડૂત ખરાઈ માટે ખેડૂતો માટેનું જૂનુ રેકર્ડ ઓનલાઈન ઉપલબ્ધ હોવાથી છેક વર્ષ 1950-51થી પુરાવા માંગવા કે તેની કાસણીને બદલે માત્ર વિતેલા ત્રણ દાયકાનો રેકર્ડ ચકાસવા એકમત ઉપર આવી છે. સંભવતઃ આવી મર્યાદા 1990 કે 95 આસપાસની હોઈ શકે છે. આ સરળીકરણને નરણે અરજદારોને ખેડૂત ખરાઈમાં પ્રાંત કચેરીઓથી લઈને છેક રેવન્યુ ટ્રિબ્યુનલ કે પછી ખાસ અપિલ સચિવ સુધીની હાલકીનો અંત આવશે.

એક સમય હતો જ્યારે આપણો દેશ માત્ર ખેતી પર નભતો હતો. આઝાદીના 75 વર્ષ પછી હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. શહેરીકરણ, ઔધોગિકરણ અને અન્ય માળખાગત જરૂરીયાતોમાં જમીન મુખ્ય પરિબળ હોવાથી તેના વપરાશી સત્તા પ્રકારોમાં સરળીકરણ લાવવા માટે રિટાયર્ડ IAS અને મહેસૂલ વિભાગમાં તપાસણી કમિશનર રહેલા સી.એલ. મીણાના અધ્યક્ષપદે સરકારે એક કમિટી રચી હતી. ઉચ્ચસ્તરીય કમિટી મહેસૂલી કાયદાઓમાં સુધારણા માટે રિપોર્ટ તૈયાર કરી રહી છે. એવા પણ સંકેતો મળી રહ્યાં છેકે, ચૂંટણીના પરિણામો બાદ નિયમોમાં મોટો બદલાવ થઈ શકે છે. ગુજરાતમાં ખેતીની જમીનના ખરીદ-વેચાણ માટે ચોક્કસ પ્રકારના નિયમો બનાવવામાં આવેલાં છે. આ નિયમોને આધિન જ ગુજરાતમાં ખેતીની જમીનનું ખરીદ-વેચાણ થઈ શકે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link