કેમ આખી દુનિયાથી અદભુત છે ગુજરાત? જાણો એવું શું છે જે ખાલી ગુજરાતમાં જ છે

Wed, 01 May 2024-1:17 pm,

જ્યાં જ્યાં વસે ગુજરાતી...ત્યાં સદાકાળ ગુજરાત...છેલ છબિલો ગુજરાતી હું છેલ છબિલો ગુજરાતી...આ પંકિતીઓ ગુજરાતની અસ્મિતા, ગુજરાતના વૈભવ, વારસા અને વિરાસતની વાત યાદ અપાવે છે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ત્યારે જાણીએ કે ગુજરાતની એવી કઈ કઈ વસ્તુઓ છે જે દેશ અને દુનિયાભરમાં ફેમસ છે. જેનાથી આકર્ષાઈને દુનિયાભરના લોકો અહીંની ધરતી પર આવે છે. 

આ સાથે જ છેલ્લાં એક દાયકાની વાત કરીએ તો ભારતનું નેતૃત્વ પણ એક ગુજરાતી કરે છે. એ ગુજરાતીનું આજે સાતસમુંદર પાર દુનિયાભરના દેશોમાં ગૂંજતું જોવા મળે છે. આમ, ગુજરાતીઓના વિકાસ અને વિસ્તારની કોઈ જ સીમા નથી. 

ગુજરાતનું ભોજન પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમની ખાસ વાત છે અહીં મોટા અનાજ અને દરદરા લોટનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. જેને આપણે ભૈડેલો લોટ પણ કહીએ છીએ. આ સાથે જ અહીં કઠોળનો પણ વધુ ઉપયોગ કરવામાં આવે છે. એની સાથો સાથ અહીં મેથી અને આથાવાળી પ્રક્રિયાથી બનતી વસ્તુઓ પણ ફેમસ છે. - ખમણ ધોકળા - હાંડવો - ખાંડવી - દાળ-ઢોકળી - ઢેબરા - મેથીના મુઠીયા - ગાંઠિયા અને ફાફડા - ચોળાફળી

ગુજરાતમાં ફરવા જેવું ઘણું છે. અહીં મંદિર છે, જંગલ છે અને રણ પણ છે. દર વર્ષની જેમ લાખો લોકો આ સ્થળોની મુલાકાત લેવા આવે છે. -સોમનાથ મંદિર -સતપુરા હિલ સ્ટેશન -દ્વારકાધીશ મંદિર -સાબરમતી આશ્રમ -કચ્છનો રણ -ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

એવું કહેવાય છેકે, કચ્છના રણથી લઈને રંગબેરંગી પાઘડીઓ સુધી, આ રાજ્ય વિશ્વભરમાં ઐતિહાસિક વિરાસત, વૈભવ, વારસો, સંસ્કૃતિ, પરંપરા, કલા, સાહિત્ય સહિત પોતાની અનેક દુર્લભ વસ્તુઓ માટે પ્રખ્યાત છે. અહીં તમે લોકોના કપડાં અને ખાણીપીણીમાં સુંદર વિવિધતા જોઈ શકો છો.

અહીંના લોકોના કપડાંમાં પણ તમને એકસાથે અનેક રંગો અને ડિઝાઇન જોવા મળશે. પીએમ મોદી પોતે મોટોભાગે ગુજરાતી પહેરવેશમાં જોવા મળે છે. તો આજે ગુજરાત દિવસે જાણીએ એવી વસ્તુઓ વિશે જે આખી દુનિયામાં પ્રખ્યાત છે અને ઘણા લોકો તેની નકલ પણ કરે છે. જાણો દુનિયાભરમાં કઈ કઈ વસ્તુઓ માટે જાણીતું છે ગુજરાત....

ગુજરાત એક વિકાસની દિશામાં વાયુવેગે હરળફાળ ભરતું મોજીલું રાજ્ય છે. ગુજરાત પોતાના અનેક રંગોમાં રંગાયેલું રંગીન મિજાજી રાજ્ય છે. જ્યાં તમને પર્યટનથી લઈને ખાણીપીણી સુધી દરેક જગ્યાએ વિવિધતા જોવા મળશે.

પુરૂષો માટે ગુજરાતી પરંપરાગત પહેરવેશ ધોતી અને કુર્તા છે, જેની સાથે તેઓ હંમેશા ફાંટો, એક પ્રકારની પાઘડી પહેરે છે. તહેવારો પર, વ્યક્તિ હાથથી ભરતકામ કરેલું કેડિયુ અને ચોર્નો પહેરે છે. તેથી, સ્ત્રીઓ રંગબેરંગી કમરબંધ સાથે ચણીયા ચોલી અથવા ઘાગરા ચોલી પહેરે છે. ખરેખર, ચુન્નીને ઉડવાથી બચાવવા માટે, ચુન્નીની ઉપર કમરબંધ બાંધવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતી પટોળાની સાડી વિશ્વભરમાં પ્રખ્યાત છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link