જ્યાં સિંહ-દિપડાં રોજ પીવે છે પાણી! જ્યાં માસિકમાં મહિલાઓને છે દર્શનની છૂટ, ગુજરાતનું અનોખું મંદિર

Tue, 13 Aug 2024-12:39 pm,

તમને એમ કહેવામાં આવે કે અહીં સિંહો અને દિપડાં રોજ પાણી પીવા આવે છે તો શું કહેશો...જીહાં ગુજરાતનું એક એવું મંદિર છે જ્યાં આ બાબત સાવ સામાન્ય છે. 

કહેવાય છેકે, હકાબાપાના દર્શને આવતા દર્શનાર્થીઓને અહીં આ ડુંગરની આસપાસ સિંહના પણ દર્શન થાય છે.માણસો માટે અન્ન ક્ષેત્ર અને પશુઓ માટે દાણની વ્યવસ્થા અહીં કરવામાં આવે છે. પશુપક્ષીઓ સચવાઈ રહે તે માટેની ડુંગર પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહ પણ અહીં આવીને પાણી પીવે છે. પક્ષીઓ પણ અહીં ચણ માટે આવે છે.

હકાબાપાનો જન્મ વિક્રમ સંવત 1884 (ઇ.સ.1828)ની પોષ વદી ષટતીલા એકાદશીના દિવસે મોરબીના ટંકારા પાસેના નાના ગામમાં રહેતા વણિક કુટુંબમાં થયો હતો. તેમનું મૂળ નામ હકમલ જસરાજ મહેતા હતું. નાની ઉંમરમાં જ તેમણે માતા-પિતાની છત્રછાયા ગૂમાવી હતી. માતા-પિતાના અવસાન બાદ તેઓ શરૂઆતમાં ચોટીલા પાસેના મોલડી ગામે અને ત્યાર બાદ ઝીંઝુડા ગામમાં સ્થાયી થયા હતા. નાનપણથી જ તેમના શિરે ખેતરનું રખોપું કરવાની અને પોતાની નાની દુકાન સંભાળવાની જવાબદારી આવી પડી હતી. તેમની દુકાન હાલમાં પણ ઝીંઝુડા ગામે આવેલી છે અને હકમલની હાટડી તરીકે પૂજાય છે.

સંસારની મોહમાયાના બદલે શિવ આરાધનામાં મગ્ન રહેનારા હકમલ મહેતાને 17-18 વર્ષની ઉંમરે જ ઠાંગનાથ મહાદેવનો સાક્ષાત્કાર થયો હોવાની માન્યતા છે. આના પછી તેમણે પોતાનું સમગ્ર જીવન લોક સેવા અને પ્રભુ ભક્તિ પાછળ ખર્ચી નાખ્યું. જેના કારણે તેમને પાંચાળના પીરનું બિરૂદ મળ્યું અને તેઓ પાંચાળના હકડાપીર તરીકે પ્રખ્યાત થયા. થાનના સિદ્ધ ગેબીનાથ, શેવાવન બાપુ, મેપા બાપુ, આપા રતા, આપા જાદરા, આપા દાના, આપા ગોરખ, આપા ગીગા, પાળિયાદના વિસામણ બાપુ, ઝર ચોબારીના લટુરિયા બાપુ, સણોસરાના ભાણબાપુ જેવા અનેક સિદ્ધ સંતો સાથે હકાબાપા સત્સંગ કરતા હતા. તેમણે વિક્રમ સંવત 1982 (ઇ.સ.1926)માં સમાધિ લીધી હતી.

 

કહેવાય છેકે, પહેલાંના સમયમાં લોકોને રાજરોગ થતો હતો અને તેનો કોઈ ઈલાજ ના થઈ શકે ત્યારે લોકો હકાબાપા પાસે આવતા હતા. બાપા પોતાના ચમત્કારથી તેમને ઠીક કરી દેતા હતા. હકાબાપા અને મહાદેવના પરચા અહીં જોવા મળે છે.

બાપાના ડુંગર પર લગભગ દરેક પ્રકારના છોડ અહીં વાવેલાં છે. તમે જે વૃક્ષનું નામ લેશે તે વૃક્ષો અહીં બાપાના ડુંગર પર વાવેલાં છે. અહીં જાતજાતના જંગલી ઝાડ પણ જોવા મળે છે. બાપાના ડુંગરાની આસપાસમાં લીલીછમ વનરાઇ જોવા મળે છે.

સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તેણે દર્શન ન કરવા તેવું હકાબાપા માનતા જ નથી. બાપાના વિચારો સ્પષ્ટ હતા કે જેમ પુરૂષોને મંદિરમાં દર્શન કરવાનો હક છે તેમ સ્ત્રીઓને પણ હક છે. બાપાના વિચારોને ધ્યાને રાખીને અમે આ બોર્ડ લગાવ્યું છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે આ બોર્ડ માર્યું છે. 

ગીરનારના ત્રણ ડુંગરની શૃંખલાનો પહેલો ભાગ એટલે આ જગ્યા. ઠંગનાથ મહાદેવનું સુંદર મંદિર અહીં આવેલું છે. અહીં બહારથી આવતા દર્શનાર્થીઓને વિસામો મળે તે માટે પણ વ્યવસ્થા છે.

પાંચાળના પીર એટલેકે, પાંડવકાલીન સ્થળ જ્યાં અજ્ઞાતવાસમાં પાંડવો સંતાઈને રોકાયા હતા તે સ્થળથી આ સંતશિરોમણી અહીં ગિરની ભૂમિમાં આવ્યાં છે. હકાબાપા અહીં આવીને વસ્યા હતાં.   

કહેવાય છેકે, હકાબાપા પાંચાળ પ્રદેશના પીર હતા. સ્વંય દેવાધિ દેવ મહાદેવ તેમના ગુરુ હતાં. બાપા અને મહાદેવની ચમત્કારોની અહીં અનેક કથાઓ છે.

ગીરની મધ્યમાં આવેલું છે સંત શિરોમાણી હકાબાપાનું મંદિર. જેને બાપાના ડુંગર. તરીકે ઓળખવામાં આવે છે. અહીં ગૌશાળા છે જેમાં ગીરની ગાયોને રાખવામાં આવી છે. ભવિષ્યમાં વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ અને શાળા ખોલવાનો પણ વિચાર છે. 

એકવાર અહીં આવ્યા બાદ બીજીવખત આવવાનું મન થાય છે. બાળકોથી માંડીને વૃદ્ધો અહીં આવીને માનતા રાખે છે. અહીં ગૌશાળા પણ છે અને આશ્રમ પણ છે.

બાપા નો ડુંગર. ખાંભા ઉના રોડ, ખડાધર ગામથી 3 કીલો મીટરના અંતરે આવેલો છે. ગીરમાં આવેલો આ ડુંગર અનેક ચમત્કારોથી ભરેલો છે. આખા જિલ્લામાં આવી જગ્યા જવલ્લે જ જોવા મળશે. આશ્રમની ફરતે હરિયાળી અને ડુંગર જોવા મળે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link