જગતના નાથના દર્શનથી અમદાવાદીઓએ કરી નવા વર્ષની શરૂઆત, જગન્નાથ મંદિરમાં ભક્તિનું ઘોડાપૂર
ભગવાન જગન્નાથના દર્શન કરીને અમદાવાદવાસીઓએ નવા વર્ષનો શુભારંભ કર્યો છે. જગતના નાથના દર્શન સાથે અહીં મોટાભાગના તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. માત્ર કોટ વિસ્તારનું જૂનું અમદાવાદ જ નહીં પણ રીંગરોડવાળા નવા અમદાવાદમાં રહેતા લોકો પણ દરેક તહેવારમાં જગતપતિના મંદિરમાં એટલેકે, ભગવાન જગન્નાથના ધામમાં દર્શનાર્થે જરૂર આવતા હોય છે. નવા વર્ષની શરૂઆતમાં પણ મંદિરમાં ઉમટેલાં ભક્તિના ઘોડાપૂરની કંઈક આવી જ તસવીરો જોવા મળી...