ગુજરાતમાં ક્યારે જામશે શિયાળો? જાણો હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી

Wed, 06 Nov 2024-8:43 am,

હવામાન વૈજ્ઞાનિક એકે દાસે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. તાપમાનમાં મોટા ફેરફારો થવાની શક્યતાઓ નથી. 

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. આ મિક્સ ઋતુના લીધે શરદી-તાવ જેવી બીમારીઓમાં પણ વધારો થયો છે. હવે ક્યારે પારો ગગડશે અને સંપૂર્ણ શિયાળાનો માહોલ જામશે તેની પણ લોકો રાહ જોઇ રહ્યા છે. 

હવામાન વૈજ્ઞાનિક એકે દાસે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં આ વખતે શિયાળો થોડો લેટ છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં ઠંડીનો અનુભવ થવા લાગતો હોય છે પરંતુ આ વખતે હવામાન વિભાગ દ્વારા આ માસમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ કે સામાન્ય રહી શકે છે. જ્યારે મહત્તમ તાપમાન તે સામાન્ય કરતા નીચું કે સામાન્ય રહી શકે છે.  

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે ઠંડીના આગમન વિશે મહત્વની માહિતી આપતા જણાવ્યું છેકે, ગુજરાતે ઠંડી માટે રાહ જોવી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થયાં બાદ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી, જયારે લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી રહ્યું. અમદાવાદમાં સામાન્યથી 2-3 ડિગ્રી તાપમાન વધુ નોંધાયું. રાજ્યમાં સૌથી વધુ 37.9 ડિગ્રી રાજકોટમાં નોંધાયું. આગામી પાંચથી સાત દિવસ તાપમાન યથાવત રહેશે. 

જો કે, ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષેને પગલે ચોમાસું લાંબુ ખેંચાયું હતું. જેને કારણે ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમીનું વર્તાયો હતો. ત્યારબાદ નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડ્યું જોઈએ તેવી ઠંડી રહેશે નહીં.

અંબાલાલ પટેલે કહ્યું કે, 7 નવેમ્બરથી ગુજરાતના ભાગોમાં પલટો આવી શકે છે. 10થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિસ્પ્રેશન બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિસ્પ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે. 18થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link