ગુજરાત પોલીસમાં ભરતી અંગે સૌથી મોટા સમાચાર; IPS હસમુખ પટેલે આપી સંપૂર્ણ જાણકારી

Tue, 14 May 2024-1:41 pm,

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના વડા અને સિનીયર આઈપીએસ અધિકારી હસમુખ પટેલે કહ્યું, ગ્રેજ્યુએટ- 12 પાસ કરનાર ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અરજી કરી શકશે, ચોમાસા બાદ ફિઝિકલ ટેસ્ટ લેવાશે.

ગુજરાતમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12472 જગ્યા માટે ભરતી કરવામાં આવશે. ત્યારે પોલીસ ભરતી બોર્ડના વડા IPS હસમુખ પટેલે ગ્રેજ્યુએટ થનાર અને 12 પાસ કરનાર યુવાઓ માટે ખુશખબર આપ્યા છે અને તેમના માટે આગામી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અરજી કરી શકાશે તેવી વ્યવસ્થા કરાઈ હોવાની સોશિયલ મીડિયા સાઈટ X પર પોસ્ટ કરી હતી.

IPS હસમુખ પટેલે જણાવ્યું હતું કે, યુવાનોમાં એક પ્રશ્ન હતો કે, શું તેઓ આ વર્ષે ગ્રેજ્યુએશન કે ધોરણ 12ની પરીક્ષા પાસ કરે હોય તેઓ અરજી કરી શકશે. તેમને ખાતરી આપવી જોઈએ કે આ વર્ષે સપ્ટેમ્બરમાં અરજી કરવાના આગામી સમયગાળામાં, તે સમયે લાયક તમામ લોકોને અરજી કરવાની મંજૂરી આપવામાં આવશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના વડા અને સિનીયર આઈપીએસ અધિકારી હસમુખ પટેલે જણાવ્યું હતુંકે, બોર્ડને પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની ભરતી માટે લગભગ 4.50 લાખ અરજીઓ અને લોક રક્ષક દળના જવાનોની ભરતી માટે 9.83 લાખ અરજીઓ મળી છે.

IPS હસમુખ પટેલે જણાવ્યું હતું કે, અરજીનો સમયગાળો 4થી 30 એપ્રિલ હતો, જ્યારે ફી ભરવાનો છેલ્લો દિવસ 7મી મે હતો. ઉનાળા અને ચોમાસાની ઋતુઓને કારણે અમે ચોમાસા પછી આગામી ફિઝિકલ ટેસ્ટ એટલેકે શારીરિક કસોટી લેવાનું નક્કી કર્યું છે અને તેથી આગામી સમયગાળામાં ઓગસ્ટ-સપ્ટેમ્બરના વધુ અરજીઓ સ્વીકારવામાં આવશે.

ગુજરાત પોલીસ દ્વારા 12472 જગ્યા માટે ભરતી કરવામાં આવશે. જેમાં બિન હથિયારધારી PSIમાં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે. તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4422 પુરુષ અને 2187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે. હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) પદ માટે 1000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવી છે. જેલ સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના વડા IPS હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બોર્ડ હાલની જેમ 15 સપ્ટેમ્બરે પ્રક્રિયા પૂર્ણ કરવાની યોજના ધરાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં શારીરિક કસોટી લેવામાં આવી શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link