ગુજરાતમાં આંધી-વંટોળ, ભારે પવન સાથે વરસાદની શક્યતા, હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી

Mon, 03 Jun 2024-4:59 pm,

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યુ કે ગુજરાતમાં આંધી-વંટોળ, ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે. અંબાલાલ પટેલે કહ્યું કે જૂનના બીજા સપ્તાહમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમણે સૌરાષ્ટ્ર, દક્ષિણ-પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં 6 જૂન સુધીમાં વિવિધ વિસ્તારમાં આંધી-વંટોળ સાથે વરસાદ આવશે. જેમાં કેટલાક ભાગોમાં પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક રહી શકે છે. 

અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે 9થી 12 જૂન દરમિયાન તેની અસર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના અન્ય ભાગો અને મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલની આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થયો છે. રાજ્યમાં ગરમી હવે ધીરે ધીરે વિદાય તરફ છે. રાજ્ય તરફ અરબી સમુદ્રમાંથી આવતા પવનની ગતિ વધી છે. હાલ ગુજરાતમાં પવનની ગતિ 25/30 કિમી પ્રતિકલાકની જોવા મળી છે. આ સાથે જ રાજ્યમાં એક સપ્તહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. પવન સાથે  ભેજનું પ્રમાણ વધતાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું 1 થી 2 દિવસ વેહલુ શરૂ થશે.  

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link