વધુ એક સિસ્ટમ ગુજરાતમાં લાવશે તબાહી! આ તારીખ બાદ ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલની ભયાનક આગાહી

Sat, 10 Aug 2024-5:03 pm,

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. આજે બપોર બાદ હવામાનમાં પલટો આવી શકે છે. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે. અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા આવી શકે છે. આવતીકાલથી વરસાદી ઝાપટાં વધી શકે છે. 15થી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે. 

રાજ્યના આહવા, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. છોટા ઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટાં આવી શકે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 

અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટા પડશે. આ સમયે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યાર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. 16થી 24 ઓગસ્ટમાં રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. 

ખેડૂતો માટે અંબાલાલ પટેલે કહ્યું કે, શુક્ર ગ્રહનું ભ્રમણ જોતા ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે. બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય એવી શક્યતા, જેથી આવા પાંદડાઓનું નાશ કરવો હિતાવહ છે. જો ખેડૂતોએ જંતુનાશક વાપરવું ન હોય તો ટ્રાઈકોકાર્ડ ભરાવવા સારા. 30 ઓગસ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં હળવા ભારે વરસાદ પડશે. 

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યેલો અલર્ટ છે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ. 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયાની ચેનલ પર આપેલી લેટેસ્ટ માહિતીમાં જણાવ્યુ છે કે, હાલ ગુજરાત પર કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટાં થઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. પરંતુ હવે આ ઝાપટાંની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે. ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટાં પડવાની હાલ કોઇ શક્યતા નથી.

નવરાત્રિને હજી વાર છે, પરંતુ અત્યારથી જ ગુજરાતીઓમાં અત્યારથી જ થનગનાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ગરબાના રસીયા માટે માઠા સમાચાર આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદના ઝાપટા પડી શકે છે. નવરાત્રી સાથે શિયાળામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે આગાહી કરી કે, આજે બપોર બાદ હવામાનમાં પલટો આવી શકે છે. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટા આવી શકે છે. આવતીકાલથી વરસાદી ઝાપટાં વધી શકે છે. તેમણે કહ્યું કે, 15 મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.  

અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. તો વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણમા ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત છોટા ઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા, તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટાં આવી શકે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.  

તેમણે આગાહી કરી કે, 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર ૭ તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે, ટ્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમણે ખેડૂતને પેસ્ટિસાઈડ ન છાંટવી હોય તો પ્રકાશ પીંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે.   

25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર 7 તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે, ટ્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. પેસ્ટિસાઈડ ન છાંટવી હોય તો પ્રકાશ પીંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link