હવે આ જિલ્લાઓમાં ધળબળાટી બોલાવશે મેઘરાજા, એક ક્લિકમાં જાણો હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી

Mon, 01 Jul 2024-9:00 pm,

ગુજરાત હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંર ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.   

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યના દરેક જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટ, જામનગર અમરેલી, ભાવનગર, મોરબી,જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. મઘ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છે. આંકડા અનુસાર, 1 જૂન થી 27 જૂન સુધીમાં ગુજરાતમાં 52% વરસાદ નોંધાયો. જે 1 થી 27 જૂનમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 48 ટકા ઓછો વરસાદ છે. આટલા સમયમાં ગુજરાત 90 મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈતો હતો. 

આગાહીકાર અંબાલાલ પટેલની રાજ્યમાં વરસાદની આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યું કે, આજથી બે દિવસ ઉત્તર અરબસાગરમાં બનતું સાયકક્લોનિક અને દેશના મધ્ય ભાગમાં બનતા સાયકલોનિક સર્ક્યુલેશન અને એક પછી એક બનતા લો પ્રેસરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં બે દિવસ મધ્ય ગુજરાતનાં ભાગોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને જામનગરઅને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. તો પૂર્વીય ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે ડેમોમાં નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે. રાજ્યના 11 જળાશરો 50થી 70 ટકા ભરાયા છે. કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 51 ટકા ભરાયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય ૧૦૦ ટકા અને ધોળી ધજા ડેમ ૮૮ ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરાયું છે.  રાજ્યના કુલ ૨૦૬માંથી એક જળાશય સંપૂર્ણ છાલકાયુ છે.  

ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે યોજાયેલ વેધરવોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનરે જણાવ્યું હતું. ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ ૭ ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા ૮  ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ એસ.ડી.આર.એફ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link